તપાસ:ફૂલકા ગામે ગુમ યુવાનની હત્યા થઇ હોવાની આશંકા, ઘરમાંથી ધોકા, લોહીના ડાઘ જોવા મળતાં પોલીસે તપાસ શરૂ કરી

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17 ડિસેમ્બરે મોબાઇલ, રોકડની લુંટને લઈને સાત સામે અરજી કરી હતી

ગીરગઢડા પંથકમાં અસામાજીક તત્વો બેફામ બન્યાં હોય તેમ દારૂના નશામાં નિર્દોષ તેમજ એકલવાયું જીવન જીવતાં લોકોને હેરાન કરતાં હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. ત્યારે જ એક ગુમ યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત થતાં પોલીસ તંત્ર દોડતું થયું છે.

જાણવા મળતી વિગત મુજબ ગત તા.17 ડિસે.ના રોજ ગીરગઢડા પોલીસમાં ફુલકા ગામે આવેલ જુની પ્રા.શાળાની સરકારી જમીન પાસે એકલા રહેતા વિક્રમસિંહ અમરસિંહ રાઠોડ ઉ.વ.32 નામના યુવાને ફુલકા ગામના ભગા ઉર્ફે ભગવાન ભવન વાઘેલા, રાધવ નથુ વાધેલા, રમેશ ભાણા વાધેલા, ગોપાલ બીજલ વાધેલા, હિતેષ રાજા વંશ, નરેશ લખમણ વાધેલા, રમેશ દેવાયત બારૈયા સહીતના શખ્સો વિરૂદ્ધ વિક્રમને બેફામ દારૂના નશામાં તિક્ષણ હથિયારોથી ઢોરમારમારી મોબાઇલ તેમજ રોકડ રૂપિયા ઝુટવી લઇ મારી નાખવાની ધમકી આપી હોવાની અરજી કરી હતી.

જેમાં કરાયેલા આક્ષેપ મુજબ એક વર્ષ પહેલા બીજલ ભવન વાધેલાને રૂ.20 હજાર ઉછીના આપ્યા હતા. અને ચાર મહીનાની મુદ્દત વિતી જવા છતા અને ઉધરાણી માટે વારંવાર વાડીએ જવા છતાં આપ્યા નહતા. જ્યારે ગત તા.11 ડિસે.2021ના રોજ બિજલ ભવનના દિકરાના લગ્નમાં 300 માણસો સાથે ડિજે વગાડી ફુલેકુ નિકળુ હોય એ વખતે લાપતા યુવાને બીજલભાઇને સાઇડમાં બોલાવી પોતાના રૂ.20 હજાર આપી દેવા બાબતે વાત કરી રહ્યા હતા. એ સમયે ઉપરોક્ત શખ્સો હથિયારો વડે ઘેરી લઇ માર માર્યો હતો.

જેનો વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આ સાત જેટલા માથાભારે શખ્સના કારણે ભયના વાતાવરણમાં પોતે જીવી રહ્યો હોય ઉછીના લીધેલા પૈસા માંગતા તેને પકડીને માર મારી અને પૈસા દેવાની ના પાડી મારીનાખવાની ધમકી આપી હોવાની ગીરગઢડા પોલીસને અરજી આપી તેમાં આક્ષેપ કર્યો છે. ગત રાત્રીના વિક્રમ અમરસિંહ રાઠોડ પોતાના ઘરે આવીને સુતો હતો. ત્યારે રાત્રીના 12:30 આસપાસ વાગ્યાના સમયે અચાનક ગુમ થયો અને સવારે ઘરમાં તપાસ કરતા તમામ ઘરવખરીઓ વેરવિખેર હાલતમાં અને તુટેલી જમીન ઉપર પડી હતી.

તેમજ ચારેય તરફ લોહીના ધાબા જોવા મળતા તેમજ ઘરમાં લાકડાનો ધોકા પર પણ લોહીના ડાઘ પડેલ હોવાનું જોવા મળ્યું હતું. જેથી વિક્રમ રાઠોડના મોટાભાઇ કનુભાઇ અમરસિંહે પોતાનો ભાઇ ગુમ થયો હોય અને તેની ઉપરોક્ત શખ્સોએ હત્યા નિપજાવેલ હોવાની આશંકા વ્યક્ત કરતા ગીરગઢડા પોલીસ અને એલસીબી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ ગુમ થયેલ યુવાનની શોધખોળ શરૂ કરી હોવાનું અને આ લખાય છે ત્યારે ગુમ થયેલ યુવાનનો અતો પતો મળેલ ન હોવાનુ વિક્રમસિંહ રાઠોડના પરીવારે જણાવેલ છે.

ઘરમાંથી પૈસા, દાગીના પણ ગુમ
ગુમ યુવકના ભત્રીજા કુલદિપસિંહે કહ્યુ હતું કે મારા કાકાએ લગ્ન કર્યા ન હોય તેમજ માતા-પિતાના નિધન બાદ એકલવાયું જીવન જીવી રહ્યા હતા. અને સુખીસંપતિ હોય તેમના ઘરમાંથી રોકડ રકમ, દાગીના પણ ગુમ થયા છે.

અન્ય સમાચારો પણ છે...