તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આંગણવાડી કેન્દ્ર પર બાળકોને ગરમ નાસ્તો આપી શકાય તેમ ન હોવાથી સરકાર દ્વારા પોષણનાં ઉમદા હેતુથી બાળકોને ઘેરઘેર સુખડી વિતરણ કરવામાં આવે એવો આદેશ છે. આ સુખડીમાં ગોળ સીંગદાણા, ચણા, લોટ, દળામણ, સહિતનો ખર્ચ આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવે છે.
તેના બીલો સરકારના પરીપત્ર મુજબ રૂ. 5.10 ની મર્યાદામાં બાળક દીઠ આપવાનો થતો હોય છે. પરંતુ ઊનાના આંગણવાડી કેન્દ્રમા સરકારના નિયમથી પર રહી રૂ. 3.30 લેખે ચૂકવણું કરાતું હોવાની બુમ ઉઠી છે. આ બાબતે ઊનાના તત્કાલીન સીડીપીઓ અને વર્કર વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ ઘણા સમયથી સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ રીતે એક બાળક દીઠ આંગણવાડી વર્કરને રૂ. 1.80 નો ઘૂંબો મારવામાં આવે છે.
આંગણવાડીના ભ્રષ્ટાચાર દિનપ્રતિદીન બહાર આવી રહ્યા છે. ત્યારે સવાલ એ ઉઠ્યો છે કે, આ પરીપત્રની વ્યાખ્યા કોના ઇશારે ફેરવવામાં આવી છે તેની તપાસ થશે ખરી ? જો કે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીને ચુકવણું કરવા માટેનો પરિપત્ર ગાંધીનગરથી થયેલ છે. અને આ પરિપત્ર પર પોગ્રામ ઓફિસર દ્વારા નોંધ થયેલ છે કે રૂ. 5.10 મુજબ જ ચૂકવણું કરવું. તો પછી સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી કચેરીમાં કોની સતા અને હોદ્દાથી રૂ. 3.30 નક્કી કરાયા એ તપાસનો વિષય છે.
આ અંગેના બે ઓડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં ઊના આઇસીડીએસ ઓફીસના સુપરવાઇઝર અને તત્કાલિન સીડીપીઓ મસાલા બીલો અને સુખડીના બીલો 3.30 મુજબ બનાવવાની વાતચીતનો ઉલ્લેખ કરે છે. વળી અધિકારી દ્વારા મહિલા કર્મચારીઓ પાસે યોગ્ય ચૂકવણું થતું હોવાનું પ્રમાણપત્ર અગાઉથી લખાવી સહી લેવડાવી લેતા હોવાની ચર્ચા પણ વર્કરોમાં ઉઠી રહી છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.