તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ખાનગી શાળા છોડ્યા પછી એપ્રુવલના અભાવે વિદ્યાર્થીઓ હાજરીથી વંચિત

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી શાળા જ્યાં સુધી ઓનલાઇન એપ્રુવલ ન આપે ત્યાં સુધી ઓનલાઇન હાજરી નથી પૂરાતી
  • સરકારી શાળામાં ઓફ લાઇન એડમીશન અપાયું છે: બીઆરસી

ઊના તાલુકાની ઘણી ખાનગી શાળામાંથી છાત્રોને સ્કુલ લિવીંગ સર્ટી. આપી દીધા પછી આ બાળકનું નામ યુઆઇડી સાઇડ પરથી કમી કરી નાખવાનું હોય છે. અને એ બાળક જે પણ સરકારી અથવા ખાનગી શાળામાં અભ્યાસ માટે દાખલ થાય ત્યારે યુનિક આઇડી ટ્રેકિંગ માટે જેતે શાળાએ આપેલા એલસી અને દાખલ કરતી શાળા દ્વારા ઓનલાઇન રીક્વેસ્ટ મોકલવામાં આવે છે. આ રીક્વેસ્ટ એપ્રુવલ સ્વીકાર્યા બાદ છાત્રોનું એડમીશન ઓનલાઇન હાજરી સાથે બતાવે છે.

ઘણી ખાનગી શાળાઓમાં આવી એપ્રુવલ રીક્વેસ્ટને સ્વીકારવામાં આવતી ન હોવાના કારણે સરકારી શાળામાં દાખલ થયેલા વિદ્યાર્થીઓના ઓનલાઇન એડમીશન થતા નથી. અને તેની હાજરી પણ દેખાડવામાં આવતી નથી. પરિણામે કઇ શાળામાં કેટલા વિદ્યાર્થી ઓનલાઇન શિક્ષણ મેળવે છે. એ દેખાડવું અતિ મુશ્કેલ બની રહ્યું છે. આવા 100 થી વધારે વિદ્યાર્થી હાલમાં સરકારી શાળાના વ્યપત્રકમાં એલસી સોગંદનામાંના આધારે ઓફલાઇન એડમીશન મેળવી ચૂક્યા છે.

પરંતુ એનલાઇન હાજરી હજુ ખાનગી શાળાઓમાં બોલતી હોવાના કિસ્સા બહાર આવી રહ્યાં છે. આમ એકજ વિદ્યાર્થીની હાજરી ખાનગી અને સરકારી એમ બે શાળાઓમાં બતાવે છે. ઊના પંથકની 10 થી વધુ ગ્રામીણ શાળામાં સમસ્યા ઉભી થઇ છે. ખાનગી શાળામાંથી એપ્રુવલ લેવી ફરજિયાત હોવાથી કેટલીક ખાનગી શાળા આવી એપ્રુવલ ઓનલાઇન સીસ્ટમને સમજવાના અભાવે પેન્ડીંગ રાખતી હોવાથી આ મુશ્કેલી ઉભી થઇ હોવાનું બીઆરસી અધિકારીએ જણાવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...