તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:ઊનામાં નશીલા પદાર્થ તાડીનું વેચાણ બંધ કરાવવા ઉગ્ર માંગ

ઊના8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો વેંચાણ બંધ કરવામાં નહિ આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ

ઊના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ગે.કા. તાડીમાં નશીલા પદાર્થનું ભેળસેળ કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે. આવા નશીલા તાડીના સેવનથી અનેક લોકોના આરોગ્ય પર ચેડા થતા હોવાના કારણે અમુક વ્યક્તિઓના જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે આ ગે.કા. નશીલા પદાર્થના ભેળસેળ વાડી તાડીનું વેચાણ તાત્કાલીક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

હિન્દુ યુવા સંગઠનના મહેશભાઇ બારૈયા,સંદિપભાઇ બાંભણીયા, અશ્વિનભાઇ સહીત દ્વારા ઊના પોલીસમાં લેખિત રજુઆત કરી હતી. અગાઉ હિન્દું યુવા સંગઠન દ્વારા જનતા રેડ કરી હતી. પરંતુ 2 દિવસ બંધ રહ્યાં બાદ ફરી તાડીનું વેચાણ ધમધમતું હોય ત્યારે કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી.

આથી આ નશીલા પદાર્થ ભેળસેળ વાળી તાડીનું વેચાણ બંધ કરવામાં નહી આવે તો આવનારા દિવસોમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા જનતા રેડ કરી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો