માંગ:ઊનાની રેફરલ હોસ્પિટલ સ્થળાંતર ન કરવા ઉગ્ર માંગ

ઊના16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનું બિલ્ડીંગ પાળી તે જ સ્થળ પર નવી હોસ્પિટલનું નિર્માણ કરો
  • માંગ નહિં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે કાનુની લડતની ચિમકી આપી

ઊના તાલુકામાં એક માત્ર રેફરલ હોસ્પિટલ આવેલી છે જે ગરીબો માટે આર્શિવાદ સમાન છે. આથી સરકારે જૂની બિલ્ડીંગ પાળી તે જ સ્થળે નવી બિલ્ડીંગનું નિર્માણ કરવા નક્કી કરાયું હતું. પરંતુ અન્ય જગ્યા પર સ્થળાંતર કરવામાં આવતાં રોષ ભભુક્યો છે.

આ હોસ્પિટલના નવીનીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષોનાં બજેટમાં જોગવાઈ કરી અને સબ ડિસ્ટીક હોસ્પિટલ જાહેર કરી હતી. આથી મુળ જગ્યાએ જ જુનું બિલ્ડિંગ પાડી નવું બિલ્ડીંગ બનાવવા નક્કી થયું હતું. આથી થોડા દિવસોમાં કામ ચાલુ થઈ જશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ અચાનક જ બીજી જગ્યાએ હોસ્પિટલ સ્થળાતંર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે હાલ આ જગ્યા શહેરની વચ્ચે અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ટાવર ચોક વગેરે જાહેર સ્થળથી નજદીક છે. આમ શહેરની બારોબાર હોસ્પિટલ લઈ જવાનું યોગ્ય નથી.

અને અત્યાર સુધી બધું જ નક્કી હતું તો અચાનક જ કેમ બીજી જગ્યા એ લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું છે? આથી લોકોના આરોગ્યનાં હિતમાં મૂળ જગ્યાએ જ હોસ્પિટલ બનાવવામાં આવે તેવી પ્રદેશ મહામંત્રી અખીલ ભારતીય કોળી સમાજનાં રસીકભાઇ ચાવડાએ આરોગ્ય વિભાગના મંત્રી રૂપિકેશભાઇ પટેલને લેખિત રજુઆત કરી છે. અને આમ નહી કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કાનૂની લડત લડવાની ચિમકી પણ આપી છે.

અન્ય સમાચારો પણ છે...