તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવદશા:ઊનાનાં સનખડા, ગાંગડામાં સ્ટ્રીટ લાઈનાં વાંકે અંધારપટ્ટ

ઊના23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડાથી તુટી પડેલા વીજપોલ હજુ સુધી ફીટ ન થતાં અવદશા

ઊનાના સનખડા તેમજ ગાંગડા ગામે પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઈટ ફીટ કરવામાં આવી હતી. જે તાઉતે વાવાઝોડામાં ધ્વધંશ થઈ હતી પરંતુ પંચાયત દ્વારા કામગીરી ન કરાતા બન્ને ગામમાં અંધારપટ્ટ છવાયો છે. મે મહિનામાં આવેલા વાવાઝોડાના કારણે સ્ટ્રીટ લાઇટો તેમજ વિજપોલ ભાંગી તુટી ગયા હતા જેથી ગામમાં અંધારપટ્ટ છવાયો હતો. ત્યારબાદ વિજપુરવઠો શરૂ થયો હતો પરંતુ ગ્રામ પંચાયત દ્વારા પોલ ઉપર ફીટ કરેલ સ્ટ્રીટ લાઈટ તુટી ગયેલ હાલતમાં હોવા છતાં ગામમાં એક પણ સ્ટ્રીટ લાઇટ ફીટ કરવામાં આવી નથી.

જેના કારણે તહેવારોના દિવસોમાં પણ રાત્રીના સમયે ગામની શેરીમાં અંધારા છવાતાં અને પંચાયતની બેદરકારીના કારણે રહીસોમાં ભારે રોષ ફેલાયો છે. રાત્રીના સમયે વન્યપ્રાણીઓની પણ રંજાડ હોય અવાર-નવાર ગામમાં દીપડા સિંહ આવી ચડતા હોય બન્ને ગામોમાં તાત્કાલીક સ્ટ્રીટ લાઇટ ફીટ કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...