માંગણી:ઊનાનાં દેલવાડાથી વેરાવળ અને જૂનાગઢ મીટરગેજ ટ્રેન શરૂ કરો

ઊના4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મજૂરવર્ગ, દર્દી, સહિતના લાભાર્થે ચેમ્બરની રજૂઆત

કોરોના મહામારીને લીધે મીટરગેજ ટ્રેન છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી બંધ હાલતમાં છે. ત્યારે ઊના-ગિરગઢડા તાલુકાના લોકો જેવા કે મજૂરવર્ગના લોકો, દર્દીઓને સારવાર માટે વેરાવળ સરકારી હોસ્પીટલે જવા, તેમજ સોમનાથ જીલ્લા સરકારી કચેરીના કામકાજે જવા માટે હાલ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી ટ્રેન શરૂ કરવા માંગ ઉઠી છે.

દેલવાડાથી વેરાવળ અને જૂનાગઢ વચ્ચે દોડતી મીટરગેજ ટ્રેન બંધ હોવાના કારણે લોકોને ખાનગી વાહનોમાં વધુ ટિકીટ ભાડા ખર્ચવા પડે છે. અને હવે કોરોનાના કેસો ધીમે ધીમે ઓછા થતાં હોઇ રેલ્વે મંત્રાલય દ્વારા એક પછી એક ટ્રેન શરૂ કરવા નિર્ણય લીધો છે. આથી દેલવાડાથી વેરાવળ અને દેલવાડાથી જૂનાગઢ વચ્ચે મીટરગેજ ટ્રેન તાત્કાલિક ધોરણે શરૂ કરવા દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્ટેશન અધિક્ષક પરેશકુમાર સોંદરવાને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...