તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:ઊના શહેરની હોસ્પિટલમાં જ કોવિડ સેન્ટર શરૂ કરો, બોગસ લેબોરેટરીમાં બ્લડનાં ખોરા રિપોર્ટની રાવ

ઉનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દર્દીઓને અન્યત્ર સારવાર અર્થે જવું પડી રહ્યું છે,રજૂઆત કરવામાં આવી
 • તપાસ કરી જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી

ઊના-ગીર ગઢડા પંથક વચ્ચે હાલમાં માત્ર એક જ કોવિડ સેન્ટર ખાનગી હોસ્પિટલમાં કાર્યરત છે.જેથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે.ખાનગી હોસ્પિટલમાં કોરોન દર્દીઓ સારવાર લઈ રહ્યાં હોય જ્યાં પણ હવે જગ્યા ન હોય જેથી કોરોનાના દર્દીઓને ના છૂટકે વેરાવળ કે અન્ય શહેરની હોસ્પિટલમાં સારવાર અર્થે જવું પડી રહયું છે.ત્યારે જ રસિકભાઈ ચાવડાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે ઊના રેફરલ હોસ્પિટલમાં જ કોવિડ સેન્ટર શરૂ કરવાની માંગ કરી છે.જેમાં ટેસ્ટકીટ,બેડ, વેન્ટિલેટરની સગવડ પણ ઉભી કરવી જોઈએ.તેમજ એમડી ની જગ્યા ખાલી છે જે પણ વહેલીતકે ભરવી જોઈએ તે પણ જરૂરી છે.

ઉના શહેરમાં બોગસ લેબોરેટરી ચલાવી દર્દીઓના બ્લડના ખોટા રીપોર્ટ ઉપજાવી આપી દર્દીઓને ગેરમાર્ગે દોરી અલગ અલગ લેબોરેટરીમાં અલગ અલગ રીપોર્ટ આવતા હોય આવા બોગસ લેબોરેટરી ચલાવનાર સામે ફોજદારી રાહે કડકમાં કડક પગલા ભરી કાર્યવાહી કરવા શાહીદ ગનીભાઇ વાંકોટએ ઉના પોલીસમાં લેખિત રજુઆત કરેલ છે.

ઉના શહેરમાં બોગસ લેબોરેટરી દિક્ષીત એન કિડેચા પોતે સંજીવની ડાયોગ્નીશ સેન્ટર ચલાવતા હોય ત્યાં દર્દી કાખાઝાબેન વાંકોટને શરદી, ઉધરશની તકલીફ થતાં રીપોર્ટ કરાવવા ગયેલ હોય ત્યાં બ્લડ રીપોર્ટ, બ્લડ સુગર, ફેરીટીન, સી આર પી ટેસ્ટ, ડી-ડીમર એસે રીપોર્ટ કરેલ અને અન્ય હોસ્પિટલના લેબોરેટરીમાં કરાવેલ ત્યાં બન્નેમાં જમીન આસમાનનો ફેરફાર આવેલ હોય આ લેબોરેટરી ટેકનીશ્યનની ડિગ્રી ધરાવતા ન હોય અને બોગસ ડિગ્રીથી લેબોરેટરી ચલાવતા હોવાની શંકા પણ વ્યક્ત કરેલ આવા બોગસ લેબોરેટરી ચલાવનાર સામે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરી ફોજદારી ગુનો દાખલ કરવા કાખાઝાબેન દર્દીના પુત્ર શાહીદ ગનીભાઇ વાંકોટે ઉના પોલીસમાં લેખિત રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો