તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ઊના તાલુકાના સ્ટેમ્પ વેન્ડરો કોર્ટ ફી સ્ટેમ્પ નથી રાખતા

ઊના11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લાયસન્સ રીન્યુ ન કરવા વકીલનો કલેકટરને પત્ર

ઊના-ગિરગઢડા તાલુકા મોટા હોઇ અરજદારો તેમજ વકીલોને કોર્ટ ફી સ્ટેમ્પનીની અવારનવાર જરૂર પડતી હોય છે. પણ ઊના તાલુકામાં સ્ટેમ્પ વેન્ડરો કોર્ટ ફી સ્ટેમ્પ રાખતા ન હોઇ તેઓના લાયસન્સ રીન્યુ ન કરવા માંગ કરાઇ હતી.

ઊના તાલુકામાં સ્ટેમ્પ વેન્ડરો કોર્ટ ફી સ્ટેમ્પ રાખતા નથી. તેઓ ફક્ત પોતાના પીટીસશન અને બોન્ડ રાઇટર પૂરતીજ કોર્ટ ફી સ્ટેમ્પ રાખતા હોય છે. કોર્ટ ફી સ્ટેમ્પ તેમની પાસે હોય તો પણ અરજદાર કે વકીલને આપતા નથી.

આથી અરજદારો અને વકીલોને કોર્ટ ફી સ્ટેમ્પ માટે ફક્ત ઊના અને ગિરગઢડા પોસ્ટ ઓફીસ પરજ આધાર રાખવો પડે છે. જો પોસ્ટ ઓફીસ બંધ થઇ જાય તો અરજદારોને ધક્કો ખાવાનો વારો આવે છે. અહીં લોકોના કામમાં વિલંબ સાથે આર્થિક અને માનસીક હેરાનગતીનો ભોગ બનવું પડે છે.

આથી ઊના તાલુકાના તમામ સ્ટેમ્પ વેન્ડરો, પિટીશન અને બોન્ડ રાઇટરના લાયસન્સ રીન્યુ ન કરવાની માંગણી એડવોકેટ અને કરવેરા સલાહકાર હિતેશભાઇ એમ. દુધાતે કલેક્ટરને કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો