સલામત:રોમાનિયાથી પુત્રએ પિતાને ફોન કર્યો કહ્યું : ભગવાનને પ્રાર્થના કરો "હું સહી સલામત ઊના આવી રહ્યો છું'

ઊના5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ઊના- ગીરગઢડાનાં 4 છાત્રો અમદાવાદ પહોંચ્યા

ઊનાની અનમોલ સોસાયટીમાં રહેતા અબુતલ્લા ચૌહાણ તેમજ ગૈરાંગ જશવંતભાઈ કાતરીયા, મીલનભાઈ બલદાણીયા, ચિરાગ હિતેષભાઈ ગુજ્જર, આશિષ કાથળભાઈ કલસરીયા તેમજ ઊનાનાં વેપારી અગ્રણી કિરીટભાઈ સોલંકીનો પુત્ર દિસીત તબીબી અભ્યાસ અર્થે યુક્રેનમાં ગયા હોય જો કે, હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેથી છાત્રો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, 6 છાત્ર પૈકી 4 ભારત પહોંચ્યા છે. અને આવતીકાલ સુધીમાં ઘરે પહોંચી જશે.

દિસીત સોલંકીએ કહ્યું હતું કે, હું સાડા ચાર વર્ષથી યુક્રેનના ચેરનીવત્સી શહેરની બીએસએમ યુનિ.માં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો છું. જો કે, હાલ યુદ્ધની સ્થિતી હોય જેથી ગુજરાતનાં છાત્રો મુશ્કેલીમાં મુકાયા છે. અમારી યુનિ. દ્વારા વાહનની વ્યવસ્થા કરી અપાતા રોમાનિયા સરહદ પર પહોંચી ગયો છું. ત્યાંથી ચાર કિમી દુર ચાલી મારી સાથેનાં અન્ય 50 છાત્રોને ભારત એમમ્બેસી દ્વારા સેન્ટર હોમમાં સુરક્ષીત રાખવામાં આવ્યા છે. જમવા- રહેવાની વ્યવસ્થા કરી આપે છે.

અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં કહ્યું હતુ કે હુ જે જગ્યા પર અભ્યાસ કરુ છુ ત્યા આજુબાજુ 150 કિમી વિસ્તારમાં યુદ્ધનાં લીધે કોઈ નુકસાન ન હોય જેથી અમે સલામત રીતે રોમાનીયા આવી પહોંચ્યા હતા.અને મારી તબીયત પણ ખરાબ હતી જો કે, હવે સ્થિતી સારી છે. દિસીતનાં પિતાએ કહ્યું હતું કે, મારો પુત્ર જે યુનિ.માં અભ્યાસ કરે છે ત્યાં છાત્રોની 100 ટકા હાજરી માંગતા હોય યુદ્ધનાં લીધે અભ્યાસ અંગે કોઈ સ્પષ્ટતા ન થતા નિકળી શક્યો ન હતો. હાલ સલામત છે. અમે ચિંતા મુક્ત બન્યા છે. ટૂંક સમયમાં વતન આવી પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...