તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ શરૂ:ઊના તાલુકામાં વાવાઝોડાના 1 માસ બાદ પણ સૈનિક પરિવારો સહાયથી વંચિત

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊના ટીડીઓ જાત તપાસ માટે સનખડા પહોંચ્યા

ઊના તાલુકામાં વાવાઝોડાના એક માસ બાદ પણ સૈનિક પરિવારોની હાલત દયનિય છે. અહીં સુધી સહાય નથી પહોંચી. ત્યારે આજે ઊના ટીડીઓએ આ વિસ્તારોનું જાત નિરીક્ષણ કર્યું હતું. ઊના તાલુકામાં તાઉતે વાવાઝોડાએ ભારે તબાહી મચાવ્યાના આજે એક માસ પૂર્ણ થયો છે. આમ છતાં તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં લોકો સહાયથી વંચિત છે.

ખેતીવાડીમાં બાગાયતી નુકસાન અંગેની સહાય મળી નહીં હોવાનો સૂર ચારે તરફથી ઉઠી રહ્યો છે. ત્યારે ઊના તાલુકાના સનખડા ગામની માલણ સીમ વિસ્તારમાં વસ્તા ભારતિય સરહદ પર માંભોમની રક્ષા કરતા સૈનિકોના પરીવારો અતિ દયનિય સ્થિતીમાં મૂકાયાના અહેવાલ બાદ એક માસ પૂર્ણ થતાં ઊનાના તાલુકા વિકાસ અધિકારી વીરમભાઇ ઓડેદરાએ માલણ વિસ્તારની મુલાકાત લીધી હતી. અને ખેડૂતોની વેદના સાંભળી નુકસાની અંગે જાત નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...