તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગીરગઢડામાં છેલ્લા ઘણા સમયથી ગૌચર પર થયેલા દબાણો અને સ્મશાનની બાજુમાં ગેરકાયદેસર રીતે બનેલી 29 દુકાનોનો વિવાદ ચાલે છે. જેમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ હર્ષદ બાંભણિયાએ વારંવાર ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી. જેને પગલે રહી રહી ને તંત્રની આંખ ખુલી છે. આ પ્રકરણની ફાઇલ દબાવી દેવાની હિલચાલ સામે ઊનાના નાયબ કલેક્ટર જે. એમ. રાવલે ગીરગઢડા ટીડીઓને આ દબાણો દૂર કરવા તેમજ રાજ્ય સરકારના લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ પગલાં લેવા આદેશ આપતાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.
ઊનાના નાયબ કલેક્ટર જે. એમ. રાવલે તા. 25 જાન્યુ. 2021 ના રોજ ગીરગઢડા ટીડીઓને લેખિત આદેશ આપ્યો છે કે, ગીરગઢડા તાલુકા પંચાયત કચેરીથી લઇને જામવાળા રોડ સુધીમાં ગૌચરના સર્વે નં. 32 પૈકીની જમીન પર મોટાપાયે વાણિજ્ય હેતુના દબાણો કરાયા છે. તેમજ સર્વે નં. 32/1 પૈકી 1 પૈકી 1 જમીન સ્મશાન ભૂમિની બાજુમાં આવેલ હોઇ આ જમીનમાં ગીરગઢડાના આગેવાનોએ સ્મશાન સમિતી બનાવી એક સાથે 29 દુકાનો ગ્રામ પંચાયતની કોઇપણ પ્રકારની મંજુરી વિના ગે.કા. રીતે બનાવી છે. અને પ્રત્યેક દુકાન આશરે રૂ. 10 થી 12 લાખમાં વેચી છે.
અવારનવાર આ દબાણો ખુલ્લા કરવા રજુઆત કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી. આથી સરકારના લેન્ડ ગ્રેબિંગ કાયદા તળે પગલાં ભરવા તેમણે આદેશ કર્યો છે. હવે આ મામલે પગલાં ક્યારે લેવાય છે તેના તરફ સહુની મીટ મંડાઇ છે.
આગેવાનોના પાપે તલાટી મંત્રીનો ભોગ લેવાયો
તંત્રએ 29 દુકાનો બનાવનારા સ્મશાન સમિતીના આગેવાનો સામે પગલા લેવાની હિંમત દેખાડી નહીં. અને ગીરગઢડાના તલાટી મંત્રી રાયસીંગ ચૌહાણને દબાણો કેમ હટાવ્યા નથી. કહી સસ્પેન્ડ કરી દેતાં તલાટી મંત્રી મંડળ ઉકળી ઉઠ્યું છે. વર્તમાન સરપંચ કેશુભાઇ ભાલિયાને નોટીસ આપી ગૌચરની દુકાનો અને પેશકદમી તા. 31 માર્ચ 2021 સુધીમાં દૂર ન કરે તો સત્તા પરથી આપો આપ દૂર થઇ જશે. તેવો આદેશ આપ્યો છે.
ચૂંટણી બાદ પ્રકરણ હાથમાં લઇશું: ટીડીઓ
આ પ્રકરણ ઉચ્ચકક્ષાએ મોકલી આપેલ છે. પરંતુ હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોઇ ચૂંટણી પૂરી થયા બાદ આ પ્રકરણ હાથમાં લઇશું. > ટીડીઓ પરમાર, ગીરગઢડા
2018 માં દબાણ મુદ્દે રજૂઆત થઇ હતી
જામવાળા રોડ પર સ્મશાન નજીક સરકારી પડતર ગૌચરમાં 29 દુકાનોના પાયા ખોદાયા એ વખતેજ ગે.કા. દબાણ બાબતે રજૂઆત થઇ હતી. છતાં સ્થાનિક તંત્ર દ્વારા ધ્યાન નહોતું અપાયું. દુકાનો બની ગઇ ત્યાં સુધી તંત્રએ તમાશોજ નિહાળ્યો.
આગેવાનોએ ગામ બંધ રખાવ્યું હતું
ગૌચર પર ગે.કા. દબાણ અંગેના અખબારી અહેવાલ પ્રસિદ્ધ થતાંજ આ દબાણ તંત્ર દૂર ન કરે એ માટે આગેવાનોએ ગામ બંધ રખાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.