રોગચાળાની ભિતી:ઊનાનાં નવાબંદરમાં ગટરનાં પાણી રોડ ઉપર વહેતા થયા

ઊના5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં

ઊના પંથકનાં નવાબંદર ગામે ભુગર્ભ ગટર હોય જેમનું પાણી રસ્તા પર વહેતુ જોવા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગેની મળતી વિગત મુજબ ઊના તાલુકાનાં નવાબંદર દરિયા કાંઠા વિસ્તારમાં આવેલુ છે. અા ગામમાં ભુગર્ભ ગટરની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની છે.અને ગટરનાં ગંદા પાણી રોડ પર વહેતા હોય જેથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેથી રોગાચાળીની ભિતી સેવાઈ રહી છે. ગ્રામજનો દ્વારા પંચાયતને અનેક વખત રજૂઆતો કરાઈ છે. છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.

ગંદા પાણી પર રેતી નાંખી સંતોષ માની લેવામાં આવે છે. થોડા દિવસ બાદ એજ સ્થિતી જોવા મળે છે.અત્રે ઉલ્લેખનીય એ છે કે, અહીંયા મત્સ્ય ઉદ્યોગ વિકસ્યો છે. જેથી વિકાસકામો હાથ ધરવા જરૂરી છે. આ ઉપરાંત પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીએ પણ જે તે સમયે આ ગામની મુલાકાત લીધી હતી.અને ગામમાં કરોડોના ખર્ચે જેટીનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...