તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સરકડિયા નેસમાં સોનબાઈ માતા મંદિરે દર્શને જવા મંજુરી આપવા માંગ

ઊના17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગીરગઢડા તાલુકાના જસાધાર ગીર રેન્જમાં આવેલ સરાકડીયા નેશ વિસ્તારમાં સોનબાઈ માતાજીનું પૌરાણીક મંદિર આવેલ છે. જ્યારે કનકાઈ બાણેજ જવા દેવામાં આવે છે. પરંતુ ત્યાથી માત્ર બે કિમી દૂર સોનબાઈ માતાજીના મંદિરે જવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.

તેમાં ખાસ કરીને સમસ્ત ચારણ ગઢવી સમાજની ખાસ ધાર્મિક લાગણીઓ જોડાયેલી છે. તેમજ શ્રધ્ધાળુઓ માતાજીની માનતાઓ રાખતા હોય છે. સોનબાઇ માતાજીના મંદિરે દર્શન કરવા જતી વખતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા શ્રધ્ધાળુઓને આ મંદિરથી આશરે બે કિમી દૂર આવેલ વનવિભાગના ગેટ બંધ કરી શ્રધ્ધાળુઓને અટકાવી દેવામાં આવે છે. જ્યારે શ્રધ્ધાળુઓ માનતા પુરી કરવા ફરજીયાત જવું પડતુ હોવાનું જણાવવા છતાં વનવિભાગ દ્વારા મંદિરે જવા દેતા ન હોય અને ગેટ બંધ રાખે છે. જેથી સામાન્ય પ્રજાજનોની ધાર્મિક લાગણી દુભાય રહી છે. જેથી શ્રદ્ધાળુઓને મંદિરે દર્શન કરવા દેવા કાયદાની મર્યાદામાં છૂટછાટ મળવી ખુબજ જરૂરી છે.

સોનાબાઈ મંદિરે જવા ઉગ્ર માંગ
તુલસીશ્યામ મંદિર તથા કનકાઈ બાણેજ મંદિર વનવિભાગેથી આશરે સાતથી આઠ કિમી દૂર જંગલની અંદર જવા માટે પાસ ફાળવવામાં આવે છે. જ્યારે સોનબાઈ મંદિર ગેઇટથી ફક્ત બે કિમી અંદર આવ્યું હોવા છતાં જવા દેવામાં આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...