તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:વન્યપ્રાણીઓને ખુલ્લા કુવાથી સુરક્ષિત રાખવા સનખડા પંચાયતે કરી માંગ

ઊના10 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઊનાની સનખડા ગ્રામ પંચાયત દ્વારા રેવન્યુ વિસ્તારોમાં આવેલા ખેતરોમાં ખુલ્લા કુવાઓ હોઇ વન્યપ્રાણીઓના અકસ્માતને ધ્યાને રાખી કુવાઓ સુરક્ષિત રાખવા વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરાઇ છે. રેવન્યુ વિસ્તારોમાં ગિરના વન્યપ્રાણીઓ પોતાનું રહેઠાંણ બનાવી લેતા હોય છે. તે અવારનવાર વાડી તેમજ રહેણાંક વિસ્તારો સુધી પહોંચી જતા હોય છે. જેના કારણે વન્યપ્રાણીઓ સિંહ-દીપડા તેમજ બીજા પ્રાણીઓની સુરક્ષાને ધ્યાને રાખી ખેતરોમાં આવેલા ખુલ્લા કુવાઓના કારણે વન્યપ્રાણી અકસ્માતનો ભોગ બને છે.

આથી કુવામાં ખાબક્તાં તેને ઇજાઓ થતી હોય છે. ઘણી વખત પ્રાણીઓ કુવામાં પડી મોતને ભેટે છે. આથી વનવિભાગના તાત્કાલીક રેવન્યુ વિસ્તારોનો સર્વે કરી પારાપેટ વગરના કુવાની વિગતો મેળવી કાર્યવાહી કરાય એવી માંગણી સાથેની રજૂઆત સનખડા ગ્રામ પંચાયતે જશાધાર રેન્જ કચેરીમાં કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો