ઊના પંથકનો સનખડા ગાંગડાનો સિંગલ પટ્ટીનો 2 કિમીનો રોડ સાવ બિસ્માર હોય તેમજ 22 જેટલા બમ્પ હોવાથી ગામલોકો અને મુસાફરોને છેલ્લા પાંચ વર્ષથી ભારે હાલાકી પડી રહી છે. સનખડા ગામ તાલુકાના 15 જેટલા ગામોને જોડતુ ગામ છે. આ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ડબલ પટ્ટીનો રોડ મંજૂર પણ કરાયો હોવા છતા આજદિન સુધી આ રોડ બન્યો નથી.
તેમજ આ રોડનું કામ ક્યાં અટક્યુ છે તેનો ખ્યાલ પણ પંચાયતના સત્તાધીશોને નથી. બીજી તરફ આ રોડ પરથી ભારેખમ વાહનોની પણ સતત અવર જવર રહેતી હોય શાળાએ જતા બાળકોને પણ ભયના ઓથાર હેઠળ અહીંથી પસાર થવુ પડી રહ્યું છે. ત્યારે ચૂંટણી સમયે અનેક વખત અા રોડ પરતી પસાર થઈ રાજકીય આગેવાનો મત માંગવા આવે છે. ત્યારે રાજકીય આગેવાનોના વચનો સામે ગ્રામજનો મત પણ આપે છે. પરંતુ આ વચનો ઠાલા નિકળે છએ અને આ રોડની મરામત થતી નથી. અને ગ્રામલોકોની માંગણી સંતોષાતી નથી. ત્યારે આ બે કિમીના સિંગલ પટ્ટીના 22 બમ્બ ધરાવતા રોડની વહેલીતકે મરામત થાય એવી ગ્રામજનોમાંથી માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.