કાર્યવાહી:ઊના તાલુકાનાં ઉમેજ, નાંદરખ, નેસડા ગામે નદીમાંથી રેતી ચોરી

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઊના પંથકમાં રેતીની એકપણ લીઝ નથી છત્તાં ખનન થાય છે

ઊના તાલુકામાં ગેરકાયદેસર રીતે નદીમાંથી રેતી કાઢી ટ્રેક્ટરો મારફત બારોબાર સપ્લાય કરી લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવે છે. તંત્ર તેની સામે આંખ આડા કાન કરે છે. રેતી ચોરીને લીધે નદીના તળ નીચા જતાં આ વિસ્તારના ખેડૂતમાં ભારે રોષ છવાયો છે. ઊના તાલુકાના ઉમેજ, નાંદરખ, નેસડા સહિતના ગામ નજીકથી વહેતી રાવલ નદી અને માલણ નદીમાંથી ભૂમાફિયા દ્વારા જેસીબી મારફતે રેતી કાઢી ટ્રેકટરમાં ભરી સપ્લાય કરાય છે. આ પ્રવૃત્તિ ખનિજ વિભાગની મીઠી નજર હેઠળ થઇ રહી છે. ઊના તાલુકામાં રેતીની એકપણ લીઝ નથી.

છતાં તંત્રની મીઠી નજર હેઠળ આ કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ સિવાય દરિયાકાંઠાના સીમર, કાળાપાણ, ઝાંખરવાડા, નવાબંદર સહિતના વિસ્તારમાંથી પણ વ્યાપક પ્રમાણમાં રેતી ચોરી થાય છે. આ વ્યવસાયમાં સંકળાયેલા લોકો જેતે ગામના બીટ જમાદારની પરવાનગી મેળવીને આ પ્રવૃત્તિ ચલાવે છે. રેતીનું ટ્રેક્ટર નદીમાંથી નિકળે એ પહેલાં રસ્તામાં ચેકિંગ છેકે નહીં તે માટે માણસો દ્વારાપેટ્રોલીંગ પણ કરાય છે. }તસવીર - જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...