રોષ:ગીરગઢડામાં રેશન કાર્ડની કામગીરીમાં છબરડા, રોષ

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફિઝીકલ રેશન કાર્ડમાં અટક બરોબર, ઓનલાઈનમાં બીજી બતાવે !

ગીરગઢડાના અરજદાર જઇ પોતાનું રેશન કાર્ડ ઓનલાઇન ચેક કરતા અટક બીજી જોવા મળતા રોષ ફેલાયો છે. આમ એક નહી પરંતુ 10થી વધુ રેશનકાર્ડ ધારકો સાથે છબરડો થયું હોવાનું માલુમ પડતા પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ધોકડવા ગામે રહેતા ગુજ્જર મુકેશભાઇ કરશનભાઇ પોતાના રેશન કાર્ડમાં સુધારા વધારા માટે ગીરગઢડા મામલતદાર કચેરીમાં ઓનલાઈન તપાસ કરાવતાં બલદાણીયા મુકેશભાઇ કરશનભાઇ હોવાનું જણાયું હતું.

આમ અટક બીજી જોવા મળતા અરજદારે નારાજગી વ્યક્ત કરી હતી. આ અંગે વાકેફ કરતા જ કર્મચારી અને ઓપરેટરો દ્વારા પોતાની મનમાની રીતે ગમે તે જવાબ આપી દે છે. અને ઓપરેટરને કોઈ પણ સવાલ કરેલ તો તે કહે છે કે તારે જ્યાં પણ કેવું હોય ત્યાં કરી દે તેવું કહી મારૂ કોઈ કાઈ બગાડી શકે એમ નથી. આવા જવાબ દેતા અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરવામાં ધારકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...