તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કયો રિપોર્ટ સાચો?:ઊનામાં સરકારી લેબમાં રિપોર્ટ નેગેટીવ, ખાનગીમાં પોઝિટીવ!

ઉનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઊના-નાઘેર પંથકમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હોય તેમ કેસમાં થયો છે વધારો
 • મેડિકલ ઓફિસરને કોરોના, 3 દિવસ માં 5 ના મોત થયા, 4 દી'માં 100 થી વધુ કેસ

ઊના-નાઘેર પંથકમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હોય તેમ કેસમાં સતત વધારો થઈ રહ્યોં છે.અને 4 દિવસ માં 100 થી વધુ કેસ સામે આવ્યા છે.અને 100 થી વધુ પણ આંક હોઈ શકે પરંતુ સાચા આંકડા ન અપાતા હોવાની ચર્ચાઓ થઇ રહી છે.જ્યારે કોરોનાની બીજી લહેરમાં લક્ષણો કઈક અલગ જ જોવા મળી રહ્યાં છે.

કોઈ વ્યક્તિને સામાન્ય લક્ષણ હોય તો તે સરકારી-અર્બન માં રેપીડ ટેસ્ટ કરાવે તો નેગેટીવ આવતો હોય જેથી રાહત પ્રસરે છે. બાદમાં આ દર્દી અનેક લોકોના સંપર્કમાં આવતા હોય છે.જો કે બાદમાં ખાનગી માં રિપોર્ટ કરાવે તો પ્રોઝિટિવ આવે છે.આવા અનેક કિસ્સા છે.જેમાંથી અનેક દર્દીઓ વેરાવળ માં સારવાર લઈ રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.આ બાબત તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરે છે.ઉના સિવિલના તબીબે રેપીડ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પ્રોઝિટિવ આવ્યો છે.હાલ હોમકવોરોન્ટાઇન થયા છે.

6 દિવસનું લોકડાઉન
ઊના પંથકમાં કોરોના સંક્રમણ વધતા 6 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે અને લોકોને કામ સિવાય બહાર ન નીકળવા પણ જણાવાયું છે.

વેપારી આગેવાનનું મોત
ઊના શહેરમાં લોહાણા સમાજના વેપારી આગેવાન કોરોના સંક્રમિત થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.છેલ્લા 3 દિવસ માં 5 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે.

રેપીડ પોઝિટીવ, RTPCR નેગેટીવ!
લોકો રેપીડ ટેસ્ટ કરાવે તો પ્રોઝિટિવ આવે છે જ્યારે RTPCR નેગેટીવ આવે છે. આ વાતને અમુક તબીબો પણ સમર્થન આપે છે. આ ઉપરાંત RTPCR ટેસ્ટના કલેકશન સેન્ટર શરૂ કરવા માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો