લોકોમાં રાહત:ઊનાનાં સામતેર ગામમાં તૂટેલી ગટરનું રીપેરીંગ કામ શરૂ કરાયું

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુષિત પાણી રોડ પર વહેતુ જોવા મળી રહ્યું હતું, રોગચાળાની ભિતી સેવાતી’તી

ઊનાના સામતેર ગામમાં રહેણાંક વિસ્તારમાં આવેલ ભૂગર્ભ ગટર છેલ્લા ઘણા વર્ષોથી તુટી ગયેલ હોવાના કારણે દુર્ષીત પાણી રસ્તા પર વહેતુ હતુ જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. તેમજ રોગચાળાની ભિતી પણ સેવાઈ રહી હતી.

આ બાબતે ગ્રામજનો તેમજ પંચાયત દ્રારા તંત્રને રજુઆત કરવા છતાં કોઇજાતનું રીપેરીંગ કામ કરાતુ ન હતું. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ વિસ્તારમાં રહેતા રાજાભાઇ રામભાઇ જાદવએ અનેક રજુઆતો કરેલ પરંતુ તંત્ર સાંભળતુ ન હોય તેવા આક્ષેપ સાથે રોષ વ્યક્ત કરેલ હતો. આ અંગે દિવ્ય ભાસ્કર અખબારી અહેવાલ પ્રસિધ્ધ થતાં તંત્ર ઉંઘમાંથી સફાળુ જાગી ગયુ હોય તેમ તુટી ગયેલી ખુલ્લી ગટરનું તાત્કાલીક ધોરણે નિકાલ થાઇ તેવી વ્યવસ્થા કરવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં રાહત પ્રસરી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...