તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂત પરેશાન:રાવલ, મચ્છુન્દ્રીની નહેરમાં પશુ માટે પાણી છોડવા માંગ

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસ પહેલાં પાણી છોડી ફરી બંધ કરાયું

ઊના-ગિરગઢડાના ગ્રામ્ય વિસ્તારના 30 થી 35 ટકા જેટલા ખેડૂતો વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. તેમ છતાં આજ દિવસ સુધી વિજ પુરવઠો ચાલુ ન થતાં પશુ પક્ષીઓ, વાડીમાં રહેતા પરીવાર અને તેના ઘરવપરાશ માટે પાણીની મોટી સમસ્યા ઉભી થઇ છે. હાલ વરસાદ ખેંચાતા ડેમમાં પાણીનો જીવંત જથ્થો પુષ્કળ પ્રમાણમાં હોઇ અને ચોમાસું પણ નજીકજ છે. આથી પશુધનનો જીવ બચાવવા માટે રાવલ સિંચાઈ અને મછુન્દ્રી સિંચાઈ યોજના હેઠળ આવતી નહેરમાં પાણી છોડવામાં આવે તો પશુધન અને વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોની મુશ્કેલી ઉકેલી શકાય છે.

થોડા દિવસો પહેલાં પણ કાર્યપાલક ઈજનેર (સિંચાઈ) અને નાયબ કાર્યપાલક ઇજનેર જયદીપ પટેલ દ્વારા નહેરમાં પાણી છોડવામાં આવ્યું હતું. આથી લોકોમાં ખુશી વ્યાપી ગઇ હતી. પણ એ ખુશી લાંબો સમય ટકી નહીં. 2 દિવસથી આ પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી છવાઇ છે. આ બાબતે આગેવાનો ફરી વખત નેહરમાં ચોમાસાનો વરસાદ શરૂ ન થાય ત્યા સુધી પાણી છોડવા રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...