તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ઊનામાં રેપીડ ટેસ્ટ કીટ ખલાસ, કોરોના સંક્રમિત દર્દીઓની મુશ્કેલીમાં વધારો

ઉનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગીરગઢડામાં 25 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ, 10 દર્દી ઓક્સિજન પર

ઊના અને ગીરગઢડા તાલુકામાં કોરોનાએ ભરડો લીધો હોય તેમ કેસો વધી રહ્યા છે. ત્યારે શહેર અને તાલુકાના મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી કોરોના ટેસ્ટ કરાવવા માટે શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે પહોચી જતાં હોય છે. પરંતુ કોરોના ટેસ્ટ માટેના રેપીડ ટેસ્ટ કીટ ખલાસ થઇ જતાં કોરોના સંક્રમિત લોકો મુંઝવણમાં મુકાઇ ગયા હતા. અને રેપીડ ટેસ્ટ કીટ જિલ્લામાંથી ઓછા આવતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા કોરોના સંક્રમિત લોકોના આરટીપીસીઆર ટેસ્ટના સેમ્પલ લઇ જુનાગઢ મોકલી આપ્યા હતા. આરટીપીસીઆર ટેસ્ટ માટેની લેબ ગીરસોમનાથમાં ન હોવાથી જુનાગઢ મોકલાવી આપતા હોય છે. ત્યારે જે કોરોના સંક્રમિત વ્યક્તિ ત્રણ દિવસમાં કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે તે કલ્પના કરી શકાય નહી. અને તે સેમ્પલનો રીપોર્ટ ત્રીજા દિવસે આવતો હોવાથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

ગીરગઢડા આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનની અછત
ગીરગઢડા આરોગ્ય કેન્દ્રમાં 25 બેડની કોવીડ હોસ્પીટલ શરૂ કરી છે. જેમાં કોરોનાના 10 દર્દી હાલમાં ઓક્સીજન પર સારવાર લઇ રહ્યા છે. અને 10 ઓક્સિજન સિલિન્ડર હતા તે પુરા થયા હોવાનું ડો. જેઠવાએ જણાવેલ હતું. જોકે ઓક્સીજનની અછતથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો