તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદે જાણે વિદાય લઇ લીધી:ઊનામાં વરસાદી ઝાપટાં, જૂનાગઢ જિલ્લામાં વિરામ

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો સારા વરસાદની આશા સેવી રહ્યાં છે

ઊના પંથકમાં તાઉતે વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ત્યાર બાદ શહેર અને તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડુતોએ ખેતીમાં પાકનું વાવેતર કરી દીધુ હતું. બાદ વરસાદ ખેચાતા અને પાકને પાણી ન મળતા ખેડૂતોના પાક સુકાય રહ્યાં છે. શનિવારે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ઝાપટાં પડ્યાં હતાં.

તાલુકાનાં ઉમેજ, પાતાપુર, સહીતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત તાલુકાનાં મોટાભાગનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનાં અમી છાંટણા થયા હતાં. જૂનાગઢ જિલ્લામાં શુક્રવારે વરસાદ થયો હતો. જિલ્લાનાં અનેક તાલુકામાં વરસાદ નોંધાયો હતો. પરંતુ શનિવારે વરસાદે જાણે વિદાય લઇ લીધી હોય એક ઝાપટું થયું હતું.

અન્ય સમાચારો પણ છે...