તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાનું આગમાન:ઊના પંથકમાં વરસાદ, જશાધાર સહિત જંગલમાં 1 ઇંચ

ઊના6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજુ તો તાઉ તે વાવાઝોડાની ભારે નુકસાની બાદ ખેતર સાફ નથી થયા ત્યાં

નાધેર પંથકમાં તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યા બાદ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. વરસાદની આગાહી થતાં જ ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા હતા. એક તરફ વાવાઝોડાએ ખેતરમાં તબાહી મચાવી છે. ખેતરો હજુ સાફ પણ થયા નથી. અને વરસાદ વરસે તો ખેતરોમાં જઇ પણ નહીં શકાય. ત્યાં આજે સમગ્ર પંથકમાં સવારથી મેઘાવી માહોલ વચ્ચે જંગલની નજીક આવેલા જશાધાર તેમજ જંગલ વિસ્તારમાં સવારે 10:30 વાગ્યાની આસપાસ મેઘરાજાનું આગમાન થયું છે.

આજે જશાધાર અને ગિર જંગલ વિસ્તારમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસી જતાં વાતાવરણમાં ઠંડક છવાઇ ગઇ હતી. સનખડા ગામમાં પણ વરસાદનું ઝાપટું પડ્યું હતું. પણ આ વર્ષે વરસાદના આગમનથી ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો જોવા મળે છે. કેમકે, વાવાઝોડા બાદ હજુ સુધી ખેતર સુધી વિજળી પહોંચી નથી. અને ક્યારે પહોંચશે એ નક્કી પણ નથી. અને વાવાઝોડામાં થયેલી નુકસાની બાદ ખેતરો સાફ થયા નથી. ત્યાંજ વરસાદનું આગમાન થતાં ખેતરો સુધી પહોંચવું મુશ્કેલ બની જશે.

અન્ય સમાચારો પણ છે...