તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:ખીલાવડ દુષ્કર્મની ઘટનામાં ભોગ બનનારને રક્ષણ આપો

ઊનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પિડીત પરિવારને પોલીસ રક્ષણ માટે ડે. કલેક્ટરને આવેદન

ગીરગઢડાના ખીલાવડ ગામે બાળા પર દુષ્કર્મ કરનાર આરોપી સામે કડક કાર્યવાહી હાથ કરવા ઊના ડે.કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. ખીલાવડમાં આધેડ વયના શખ્સે બાળા પર રાત્રીના સમયે તેના ધરમાં પ્રવેશ કરી દુષ્કર્મ આચરી નાશી છુટ્યો હતો. તેમજ કોડીનાર તાલુકાના છાંછર ગામમાં પણ એક શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

ઘટનાને પગલે હિંન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. જેથી આવા નરાધમ સામે તાત્કાલીક કડક કાર્યવાહી થાય અને આ શખ્સનું મોટું જુથ હોવાથી ડરાવી ધમકાવી કોર્ટમાં જુબાની આપતા ફેરવી નાખે નહી તે માટે કેસની કાનુની પ્રક્રિયા ઝડપી થાય. ત્યારે ભોગ બનનારના પરીવારના સભ્યોને પોલીસ રક્ષણ ફાળવવામાં આવે તથા તેની સામે કાર્યવાહી કરવા અખિલ ભારત હિંન્દુ મહાસભા જીલ્લા અધ્યક્ષ લાલજીભાઈ બારૈયા, ઊના તાલુકા ઉપાધ્યક્ષ ભાવિનભાઇ રાઠોડ, કરણભાઇ બાંભણીયા, પારસભાઈ મજીઠીયા, અશોકભાઈ મજીઠીયા, નિપૂલભાઇ શાહ સહીતના સમસ્ત હિન્દુ સમાજ, વિવિધ સંગઠનો દ્વારા ઊના દ્વારા ડે. કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો