ગીરગઢડા પોલીસે યુવાનને દારૂનાં ગુનામાં ફસાવી ઢોર માર માર્યો હોય જેથી બે પોલીસકર્મી સામે પગલા ભરવાની માંગ સાથે તાલુકા સમસ્ત કોળી સમાજનાં યુવાનો અને આગેવાનો પરેશભાઈ બાંભણીયા, સામતભાઈ મોરાસીયા, જાદવ ખસીયા, મોડાસીયા, જશુભાઈ ભેડા, ધીરૂભાઈ, માનસિંગભાઈ કામળીયા, હમીરભાઈ મકવાણા, બાલુભાઈ કામળીયા સહિતે ડે.કલેકટરને આવેદન આપી 7 દિવસમાં કોઈ કાર્યવાહી નહી થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
બનાવની વાત કરીએ તો ગત 22 ફેબ્રુ.નાં વિઠ્ઠલપુર ગામનો ભાવસિંહ વશરામભાઈ વાઢેળ ઘરે જતો હતો ત્યારે સોનપરા ગામે બુટલેગર પ્રતાપ દેવશી ખસીયાએ દારૂનું બુંગીયુ ફેંકી ચાલ્યો ગયો હતો. એ સમયે પોલીસ કર્મી હિતેષ નોંઘણભાઈ બારડ, વિક્રમ હમીરભાઈ ઓડેદરા આવ્યા હોય અને આ યુવાનને ઢોર માર મારી 48 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો. અને કહ્યું હતું કે, છૂટવુ હોય તો 50 હજાર આપવા પડશે. તેમજ રૂ.8500 અને મોબાઈલ જુટવી લીધો હતો. અને ફરીયાદ કરીશ તો તને અને તારા માસાને અન્ય ગંભીર ગુન્હામાં સંડોવી દેવાની ધમકી પણ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.