તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરાવળ:70 વિઘા બાગમાં સીંદોરિયો, ધોળિયો અને સફરજન જાતની કેરીનું ઉત્પાદન

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાસાયણીક દવા કે ખાતરનાં ઉપયોગ વગર સારી આવક મેળવી

તાલાલા પંથક કેરીનાં ઉત્પાદનને લઇ જાણીતું છે. ત્યારે જ ઊનાનાં મોઠા ગામની વાત કરીએ તો આ ગામ પણ કેરી ઉત્પાદનને લઇ અગ્રેસર અને પથદર્શક રહ્યું છે. એક ખેડુતનો 70 વિઘાનો બગીચો છે. તેમા તે સારૂ એવું ઉત્પાદન મેળવી રહ્યાં છે. મુળ મોઠા ગામનાં અને હાલ બેંગકોક સ્થાયી થયેલા શૈલેષભાઇ ઉપાધ્યાયે કહ્યુ઼ હતું કે, તેમના પિતા સ્વ.ભીખાલાલ કાનજી  ઉપાધ્યાયે 70 વર્ષ પહેલા તાલાલાથી 500 આંબાની કલમો લાવી આંબાનો બગીચો બનાવ્યો હતો. બાદમાં વધુ કલમોનું પણ વાવેતર કર્યુ હતું.  આ બગીચો આજે પણ સારૂ ઉત્પાદન આપી રહ્યો છે. શરૂઆતનાં વર્ષોમાં આ બગીચો રૂ.525માં અપાયો હતો. આજે 23 લાખ સુધી ભાવ બોલાય છે. અગાઉનાં વર્ષોમાં 31 લાખનો ઇજારો દેવાયો હતો. આજ સુધી કયારેય રાસાયણીક ખાતર કે દવાનો ઉપયોગ કર્યો નથી. આંબાવાડીમાં ધોળીયો, સીંદોરીયો, સફરઝન જેવી અનેક જાતની કેરીઓનું ઉત્પાદન થાય છે. આ બગીચામાં અમુક ઝાડનાં વાવેતરને 90 વર્ષનો સમય પણ વીતી ગયો છે. અને દર વર્ષે જયારે કેરીનો ઉતારો શરૂ થાય ત્યારે 151 મણ કેરી સામાજીક, ધાર્મિક સંસ્થાઓ તેમજ જરૂરીયાતમંદ લોકોને નિ:શુલ્ક અપાય છે.  અત્રે ઉલ્લેખનિય છે કે સ્વ.ભીખાભાઇ ઉપાધ્યાયનો પુત્ર શૈલેષભાઇ  લોકડાઉનનાં લીધે બેંગકોક ફસાયા છે. જેથી વતન આવી શકયા નથી. આજે પણ પિતાની ખેતી પધ્ધતિ જાળવી રાખી છે. અને સારૂ એવું ઉત્પાદન મેળવી  રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...