પ્રશ્નોની માંગ:ઊનામાં જુની પેન્શન યોજના પુનઃ શરૂ સહિત પ્રશ્નોને લઈ રજૂઆત

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યના કર્મચારીઓના બનેલા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘ દ્રારા ડો.બાબા આંબેડકરની જન્મજયંતીએ બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી અને ગુજરાતમાં સર્વે કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના પુનઃચાલુ કરવા, ફિક્સ પગારનો કેસ ના.સુપ્રિ કોર્ટમાંથી પરત ખેચી ફિક્સ પગારની પ્રથા તેમજ કરાર આધારીત ભરતી મૂળ અસરથી બંધ કરવી, ગુજરાત સરકારે સૈદ્ધાતિક રીતે સ્વીકારેલ કેન્દ્રીય પગારપંચની ભલામણો અનુસાર સાતમા પગારપંચના તમામ બાકી ભથ્થાઓ તુરંત જ આપવા, મૂળ નિમણુંક તારીખથી તમામ હેતુ માટે સળંગ નોકરી ગણવી, તમામ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ 10,20 અને 30 વર્ષે આપવું સહીતના પ્રશ્નોની માંગ સાથે જીલ્લા પ્રા.શિક્ષક સંઘ, સંયુક્ત કર્મચારીઓ મોરચોના પ્રમુખ હસમુખભાઇ પંપાણીયા, ઉ.પ્રમુખ વિજયભાઇ ડોડીયા, પિયુશભાઇ ચાંડેરા, અનુભાઇ મેર સહીતના મોટી સંખ્યામાં કર્મચારીઓ દ્રારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ, પીએમ નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને ઊનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશને આવેદન પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...