તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ઊનાના આમોદ્રામાં તાઉતે વાવાઝોડાના 20 દિવસ પછી પણ વિજ પુરવઠો ખોરવાયેલો

ઊના6 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકોના રહેવાના કાચા ઘર તૂટી ગયા હોવાથી રહેવું મુશ્કેલ. - Divya Bhaskar
લોકોના રહેવાના કાચા ઘર તૂટી ગયા હોવાથી રહેવું મુશ્કેલ.
  • પીવાના પાણી અને અનાજની ઘંટીથી માંડી એકેય કામ નથી થતું, હાલાકી

છેલ્લા 20 દિવસથી લાઇટ ન હોવાથી લોકો હાડમારી ભોગવી રહ્યા છે. ઊનાથી માત્ર 5 કિમી દૂર આવેલા આમોદ્રા ગામે તાઉ તે વાવાઝોડા બાદ આજે 20 દિવસના અંતે પણ ગ્રામજનો વિજળીના અભાવે અનેક પ્રકારની યાતના વેઠી રહ્યા છે. પીવાના પાણી, અનાજ દળવાની ઘંટી, માલઢોરના અવેડા, તેમજ ઘરવપરાશમાં વપરાતી વિજળીના અભાવે લોકોનું જીવવું દોહ્યલું બની ગયું છે.

ગામના એક વૃદ્ધના જણાવ્યા મુજબ 1982 નું વાવાઝોડું માત્ર દોઢ કલાક પૂરતું હતું. એ પણ હજુ ભૂલાતું નથી. પણ આ વાવાઝોડાએ સર્વનાશ વેર્યો છે. અમારા ખેતરે જઇએ તો જીવ બળે છે. અને ઘરે આવીએ તો વિજળીના વાંકે હું પણ હેરાન થઇ ગયો છું.

ગામની એક મહિલાના જણાવ્યા મુજબ તેની 6 માસની દિકરી છેલ્લા 20 દિવસથી રડી રડીને સાદ પણ સુકાઇ ગયો છે. ગામમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની શાખાનું કાર્યક્ષેત્ર આમોદ્રા સહિત અનેક ગામો સુધી વિસ્તરેલું છે. તેનો વહીવટ પણ વાવાઝોડા બાદ ઠપ્પ થઇ જતાં ગ્રામજનો બેંકના કામોમાં પણ હાડમારીનો સામનો કરી રહ્યા છે.

ગામના સરપંચ ગોપાલભાઇ જાદવના જણાવ્યા મુજબ ગ્રામજનો માટે પીવાના પાણી, માલઢોરના અવેડા માટે વાવાઝોડાના બીજાજ દિવસેથી ગ્રામ પંચાયત દ્વારા જનરેટર મૂકી પાણીની વ્યવસ્થા પૂરી પાડી હતી. જેમાં આજ સુધી 2800 લીટર ડિઝલનો વપરાશ કર્યો છે. આમોદ્રાને જે ફિડરમાંથી વિજ પુરવઠો પુરો પાડવામાં આવે છે એ ગામથી માત્ર 12 કિમી દૂર હોવા છતાં પણ આજે 20 દિવસ સુધીમાં ગામતળને પણ વિજ પુરવઠો મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...