તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:માથાભારે શખ્સને 3 જિલ્લા બહાર તડીપાર કરતી પોલીસ

ઊના20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊના, અમરેલી અને જૂનાગઢ જીલ્લા માંથી તડીપાર રહેવા આદેશ

ઊના તાલુકામાં કાયદો વ્યવસ્થાને ધ્યાને રાખી માથા ભારે શખ્સો વિરૂધ અટકાયતી પગલા લેવા ગીર-સોમનાથ જીલ્લા પોલીસ ઓમપ્રકાશ જાટની સુચના આધારે ઊના પોલીસના ઇન્ચાર્જ પીઆઇ આર.આર. ગરચર સહીતના સ્ટાફ દ્વારા ઊનામાં રહેવાસી અને શરીર સંબંધી ગુનામાં પકડાયેલ માથાભારે શખ્સોને પકડી પાડી તડીપાર કરવા કાર્યવાહી હાથ ધરી છે.

ઊના અશોકનગર, વેરાવળ રોડ પર રહેતો મણીલાલ રામજીભાઇ ચાંદોરા પ્રજાપતિ ઉ.35ને હદપારી ધારા હેઠળ અટકાયત કરી દરખાસ્ત તૈયાર કરી ડિવીઝનલ મેજીસ્ટ્રેટને મોકલી આપી છે. જેના આધારે માથાભારે શખ્સ મણીલાલ રામજી ચાંદોરાની ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલ હોય તેની હદપારી હુકમ થતાં ગીરસોમનાથ, જુનાગઢ, તેમજ અમરેલી જીલ્લા વિસ્તાર માંથી 6 માસ સુધી તડીપાર કરી રાજકોટ જીલ્લા આજીડેમ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મોકલી આપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...