ફરિયાદ:ઊના પોલીસ સ્ટેશનમાં આરોપીને મળવા ગયેલા વેપારીને પોલીસે માર્યો

ઊના14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊના પોલીસે બે દિવસ પહેલા લોહાણા વેપારીની દારૂની હેરાફેરીના કેસમાં ધરપક્કડ કરી હતી. દરમ્યાન ગત રાત્રીના લોકઅપમાં રહેલા આરોપીને મળવા આવેલ તેના કોટુંબિક ભાઇ પર ફરજ પરના પીએસઓએ માર માર્યો હોવાથી વેપારીએ ફરિયાદ કરી છે. મામલો ગરમાતા લોહાણા સમાજના આગેવાનો તથા યુવાનો પોલીસ સ્ટેશને પહોંચી જઇ ઉગ્ર રોષ વ્યક્ત કર્યા હતો. આ બનાવની ઉચ્ચકક્ષાએ રજુઆત પણ કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઊનામાં એમઆરએફ ટાયરનો શો રૂમ ધરાવતાં વેપારી દિનેશભાઇ જે ભુપતાણી કુંટુંબીકભાઇ દારૂની હેરાફેરીમાં પકડાયેલ હોવાથી તેને મળવા ગયા હતા. દરમ્યાન ફરજ પરના પીએસઓ દિલીપસિંહએ પ્રથમ દિનેશભાઇને બેફામ ગાળો ભાંડી હતી. તેમણે વિનંતી સાથે કહેલ કે હું મારા કુટુંબિક સગાને મળવા આવ્યું છું પરંતુ દિલીપસિંહ ઉગ્ર બની માર મારવા લાગ્યા હતા. સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. તેના આધારે તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...