તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ઊનામાં વિજ પોલની કામગીરીમાં પોલંપોલ

ઊના25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આમોદ્રામાં તો માત્ર એકથી દોઢ ફૂટ ખાડો કરી પોલ ઉભા કરાતાં ધરાશાયી થવા લાગ્યા

ઊનાના આમોદ્રા ગામે છેલ્લા 10-12 દિવસથી વિજપુરવઠો ચાલુ કરવા વિજપોલ ઊભા કરવાની કામગિરી ચાલી રહી છે. જેમાં પીજીવીસીએલના જવાબદાર કર્મચારી વિનાજ કોન્ટ્રાક્ટર દ્વારા કામગિરી થઇ રહી હોવાનું સામે આવ્યું છે. વાયરીંગ ખેંચાતાંજ પોલ ધરાશાયી થઇ જવાની ગંભીર બેદરકારી સામે આવતાં આમોદ્રાના સરપંચે પીજીવીસીએલને રજૂઆત કરી નિયમાનુસાર કામગિરી કરવા માંગણી કરી છે. ઊના તાલુકાના આમોદ્રા ખેતીવાડી વિસ્તારમાં દાંડી ફીડરમાંથી આવતી રાંદલ એજીની વિજ લાઇનનું કામ ધણીધોરી વિના અને ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે.

10-12 દિવસની કામગીરીનાં અંતે 3 કિમીનું કામ પણ થયું નથી. અહીં કામ ઉપર પીજીવીસીએલના કોઈ જવાબદાર કર્મીઓ પણ હાજર હોતા નથી. કોન્ટ્રાક્ટરના માણસો નિયમાનુસાર વિજપોલ ઉભા નથી કરતા. તેઓ માત્ર એકથી દોઢ ફૂટના ખાડા ખોદી વિજપોલ ઉભા કરી દે છે.પરિણામે વિજ વાયરિંગ ખેંચાતાંની સાથેજ થાંભલા પડી જવાના બનાવો બને છે. આથી ચોમાસામાં વરસાદ વખતે આ વિજ પોલની કેવી દશા થશે એ સવાલ પણ ઉઠ્યો છે.

આ બાબતે આમોદ્રાના સરપંચ ગોપાલભાઇ જાદવે ઊના પીજીવીસીએલનાં જવાબદાર અધિકારીઓને રૂબરૂ મળી નિયમાનુસાર અને ઝડપથી કામ પૂર્ણ થાય, પીજીવીસીએલે લાઈનો ઉભી કરવા બનાવેલી ગાઈડ લાઇનની જાણકારી મળે તેમજ વિજ કર્મીની હાજરીમાં થયેલી દૈનિક કામગિરીનો પ્રોગ્રેસ રિપોર્ટ મળવા અંગે લેખિત રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...