હુકમ:21 ગામમાં રમતના મેદાન મંજૂર થયા પણ માપણી નહીં

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊના-ગીરગઢડા તાલુકાના 21 ગામડાઓમાં રમત-ગમતના મેદાન, સ્પોર્ટસ સંકુલ માટે 2010 માં તત્કાલિન જૂનાગઢના કલેક્ટરે હુકમ કર્યા હતા. પણ તેની માંપણીજ થઇ ન હોઇ આ જમીન કોના કબ્જામાં છે એ અંગે સવાલ ઉઠી રહ્યા છે. સરકારે વર્ષ 2008-09 માં જીલ્લા કલેકટરને ગામોમાં રમતગમતના મેદાનો માટે જમીન ફાળવવા સુચના આપી હતી. જેના આધારે એ વખતે જૂનાગઢના કલેક્ટરે ઊના અને ગીરગઢડાના 21 ગામોમાં જમીન મંજૂર કરી હતી. ઊના એસડીએમએ જુદા જુદા હુકમથી રમત ગમતના મેદાન, સ્પોર્ટસ સંકુલ માટે જમીનો નીમ કરી હતી.

પણ ત્યારબાદ 10 વર્ષ પછી પણ આવા મેદાનોની ડીઆઈએલઆર શાખા દ્વારા માંપણી કરાઇ નથી. આથી આ જમીનોમાં હાલની પરિસ્થિતી શું છે, તેના પર કોનો કબ્જો છે, એ અંગે સવાલ ઉઠી રહ્યા છે. આ અંગે ધારાસભ્ય પુંજાભાઈ વંશે જિલ્લા ફરિયાદ સમિતીમાં પ્રશ્ર ઉઠાવ્યો હતો. અને કયા કયા ગામોમાં કેટલી જમીન નીમ કરાયેલ છે અને કયા કારણોસર જમીનના કબ્જા સોંપવામાં આવતા નથી. એવા સવાલ ઉઠાવ્યા હતા. પરિણામે નાયબ કલેક્ટરે રમત ગમતનાં મેદાન, સ્પોર્ટસ સંકુલની જમીનનો કબ્જો તલાટી મંત્રીને રાખવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...