તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઊના તાલુકાના ખજુદ્રા ગામે આવેલ શાહી નદીના પુલ પર નાળું ન હોવાના કારણે સામા કાંઠે વસતા લોકોને દર ચોમાસા દરમ્યાન મુશ્કેલીઓ સહન કરવી પડે છે. જ્યારે આ પુલ માટે રૂ.30.35 લાખ ભુતકાળમાં ત્રણ વખત ફાળવવામાં આવ્યા હોવા છતાં પુલ ન બનતા આ વિસ્તારના લોકોએ સ્થાનિક સ્વરાજ ચુંટણીનો બહિષ્કાર કરશે તેમ જણાવી શહેરમાં પોસ્ટર લગાવ્યા છે. ચોમાસા દરમ્યાન શાહી નદીમાં પુરની સ્થિતી સર્જાય છે. ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકો, ખેડુતો અવર-જવર કરી શક્તા નથી. તેમજ બાળકો શાળાએ પણ ન જઈ શકતા નથી.
આગાઉ નદીમાં તણાઇ જવાથી ઘણા લોકોના મોત નિપજ્યા છે. તેમજ વન્યપ્રાણીઓ પણ ભોગ બન્યા છે. આ બાબતે અનેકવાર રજુઆત કરવા છતાં આજ સુધી પુલ બનાવવામાં આવ્યો નથી. અને ચુંટણી આવે ત્યારે નેતાઓ મત માંગે છે વચનો આપી ચાલ્યા જાય પછી કોઈ દેખાતા નથી. નદીના સામા કાંઠે વસતા લોકોએ સ્થાનિક સ્વરાજની ચુંટણીનો વિરોધ કરી ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ ભાણજીભાઈ સોલંકીને રજુઆત કરી હતી. તેમજ પ્રાંત કચેરીમાં પણ લેખિત રજૂઆત કરેલ છે. જોકે શાહી નદી પરના પુલનું નાળું બનાવવા રૂ.30.35 લાખ જેટલો ખર્ચ થતો હોય જે ત્રણ વખત પુલ બનાવવા માટે પાસ થયેલ પરંતુ આજ સુધી બનાવવામાં આવ્યો ન હોવાનું ગ્રામજનોમાંથી સાંભળવા મળેલ છે.
અમે કરીશું ચુંટણીનો બહિષ્કાર બેનરો લગાવ્યા
નેતાઓ શાહી નદીના વાયદાઓ ભુલ્યા, ચુંટણી સમયે નેતાઓ આવી વાયદાઓ આપી જાય છે. ખજુદ્રા ગામની અંદર વિકાસના નામે વર્ષોથી સરકારી અધિકારીઓ નેતાઓ વાગદાઓ આપી રહ્યા છે. ખજુદ્રા ગામે વિકાસ ક્યારે થશે..? તેવા બેનરો ખજુદ્રા ગામમાં જાહેર રસ્તા પર લાગાવ્યા છે.
નદીના સામા કાંઠે 450ની વસ્તી ધરાવતો વિસ્તાર
શાહી નદીના સામાં કાંઠે 80 થી વધુ રહેણાંક મકાનો છે. આ 450 જેટલી વસ્તી ધરાવતા વિસ્તારમાં ખેડૂતો સહીતના લોકોનો વસવાટ કરે છે. સતત 5 વર્ષથી આ વિસ્તારના લોકો રજુઆત કરી રહ્યા છે. ખાસ કરીને ખજુદ્રા થી ગરાળ ગામના બાયપાસ રસ્તો શાહી નદી પર થી પસાર થાય છે. જેના કારણે ચોમાસા દરમ્યાન હજારો લોકોને અનેક ગણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.