આક્ષેપ:ગિરગઢડાના 15 ગામોને સહાય ન મળતાં લોકો ઉપવાસ પર બેઠા

ઊના4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 હજારની વસ્તીને રૂ. 6440 આપ્યા, અને ધોકડવાની 5 હજારની વસ્તીને 17 લાખ કેશડોલ આપ્યાનો આક્ષેપ

ઊના-ગિરગઢડા પંથકમાં તબાહી મચાવ્યાં બાદ ગિરગઢડના જંગલ બોર્ડરને અડીને આવેલા 16 ગામોને કેશડોલમાં રાતીકોડી પણ ન મળતાં કોંગ્રેસ તાલુકા પ્રમુખની આગેવાની હેઠળ 15 થી વધુ ગામોના અસરગ્રસ્ત પરીવારો રોષ સાથે આવેદનપત્ર આપી તાલુકા પંચાયત કચેરીમાં ઉપવાસ પર બેસી ગયા છે. આવેદનપત્રમાં ભાજપ સામે આક્ષેપ કરી મોટાભાગની સહાય ધોકડવા જીલ્લા પંચાયત સીટ હેઠળના ગામોમાં વહેંચી દેવાઇ હોવાની અને ટીડીઓની અણઆવડત અને આયોજનના અભાવે શ્રમિક પરીવારો બેઘર બની ગયા હોવા છતાં તેને કોઇ સહાય ન ચૂકવાઇ હોવાના આક્ષેપ સાથે રજુઆત કરાઇ છે.

વાવાઝોડા પછી ગિરગઢડા તાલુકાના કરેણી, વેળાકોટ, ઝાંઝરિયા, સનવાવ, ફુલકા, ઉંદરી, પાંડેરી, બાબરિયા, ભાખા, ઇંટવાયા, ખિલાવડ, ચિખલકુબા, કાંકરડીમોલી, મોટીમોલી, વડવિયાળા જેવા જંગલ બોર્ડરને અડીને આવેલા ગામોમાં ભારે નુકસાન થવા છતાં આ ગામોના અસરગ્રસ્ત પરીવારને કેશડોલ સહાય ચૂકવાઇ નથી. આ ગામોની યાદી સાથે કોંગ્રેસ તાલુકા પ્રમુખ બાલુભાઇ હિરપરા, તા.પં. વિરોધ પક્ષના નેતા ઓઘડભાઇ ગુજરિયા, યુવા કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ પરમાર, દંડક નયનાબેન ગોહિલે અસરગ્રસ્ત પરીવારો સાથે રહી મામલતદાર એચ. આર. કોરડિયાને આવેદનપત્ર આપી રજુઆત કરી છે. કોંગ્રેસ અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે, ગિરગઢડાની 15 હજારની વસ્તીને ફક્ત રૂ. 6440 ની કેશડોલ સહાય ચૂકવાઇ છે.

જ્યારે ધોકડવા જીલ્લા પંચાયત સીટમાં 5 હજારની વસ્તી હોવા છતાં રૂ. 17,58,400 અને અંબાડા ગામની 4 હજારની વસ્તીમાં રૂ. 26,95,560 ની સહાય ચૂકવાઇ છે. આ ગામોને હજુ 25 દિવસ બાદ પણ વાડી વિસ્તાર અને જ્યોતિ ગ્રામ યોજનાનો વિજ પુરવઠો શરૂ કરાયેલ નથી.

અન્ય સમાચારો પણ છે...