તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઊનાના સનખડા ગામે આવેલ એસબીઆઇ બેંકનું એટીએમ મશીન છેલ્લા ધણા દિવસોથી બંધ હાલતમાં છે. જેના કારણે સ્થાનિક તેમજ આજુબાજુના 13 જેટલા ગામો માંથી આવતા બેંકના ગ્રાહકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. જોકે એટીએમ મશીન બેંકના અંદર હોવાથી બેંકના સમયે 11 થી 5 વાગ્યા સુધી ઉપયોગ થાય છે.
જ્યારે રાત્રીના સમયે અથવા તો જરૂરીયાત સમયે મશીન માંથી નાણા ઉપાડી શક્તા નથી. જેથી આ બાબતે ગ્રામજનો દ્વારા અવાર-નવાર બેંક મેનેજરને રજુઆતો કરવા છતાં આજ સુધી એટીએમ મશીન બેંકના બહાર મુકવામાં ન આવતા ગ્રાહકો પોતાના નાણા જરૂરીયાત સમયે લઇ શક્તા નથી. તેમ છતાં બેંકના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું ન હોય તેવો ધાટ જોવા મળે છે. જેથી ગ્રાહકોનાન હિતને ધ્યાને રાખી એટીએમ મશીન તાત્કાલીક ચાલુ કરી બેંકના બહાર મુકવા ગ્રામજનોની ઉગ્ર માંગણી ઉઠવા પામેલ છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.