તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ઊના ખરીદ વેંચાણ સંઘમાં મગફળીનું બિયારણ હલ્કી ગુણવત્તાનું આવ્યું

ઊના5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યે ઉચ્ચકક્ષાએ રજુઆત સાથે પૂરતી ચકાસણી કરી વાવવા ખેડૂતોને જણાવ્યું

ઊનામાં તાલુકા ખરીદ-વેચાણ સંઘે ગુજરાત રાજ્ય બિજ નિગમમાંથી મંગાવેલું મગફળીનું બિયારણ હલ્કી ગુણવતાનું નિકળતાં ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતી થઇ છે. આ અંગે ઊનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશે ખેડૂતોને બિયારણની પૂરતી ચકાસણી કર્યા બાદજ વાવેતર કરવા અપીલ કરી છે.

ઊના તાલુકા ખરીદ-વેચાણ સંઘે ગુજરાત બિજ નિગમમાંથી 20 થી 22 નંબરનું મગફળીનું બિયારણ મંગાવ્યુ હતું. અને સંઘ દ્વારા તેમનું વેચાણ કરાયું હતું. જેમાં ગિરગઢડા તાલુકાના આંકોલાળી ગામના ખેડૂત ભગવાનભાઇ ભીખાભાઇ વાજાએ સંઘમાંથી મગફળીનું બિયારણ રૂ. 2300 ના ભાવે ખરીદ્યું હતું. પણ તેની થેલી ખોલતાં પ્રથમ દ્રષ્ટીએજ આ બિયારણ હલકી ગુણવતાનું જણાતાં તેઓ અચંબામાં પડી ગયા હતા.

બાદમાં ભગવાનભાઇએ આ બિયારણ ફોલતાં મગફળીના બી પણ હલકી ગુણવતાના જોવા મળ્યા હતા. તેમણે પોતાને ઘેર એક તગારમાં માટી ભરી બિયારણ રોપતાં તેમાં પણ બિયારણ હલ્કી ગુણવતાનું હોવાનું માલુમ પડ્યું હતું. બિયારણની બીજી થેલીઓ ખોલતાં થેલીમાંથી પોરબંદર જીલ્લાના સુખપર ગામની સ્લીપ પણ મળી આવી હતી. વળી બિયારણની બેગ 30 કિલોની છે અને તે ફોલીને સાફ કરતાં 5 થી 7 કિલો કચરો નિકળતો હોવાની ફરિયાદ પણ ઉઠી છે.

આ અંગે ધારાસભ્ય પુંજાભાઇ વંશે સંઘના મેનેજરને વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, બિજ નિગમની કચેરી જૂનાગઢમાં છે. અમે ત્યાંથી બિયારણ ખરીદ્યું છે. અને અમે નિગમના અધિકારી અને ક્વોલિટી કંટ્રોલના અધિકારીને તેની જાણ કરી દીધી છે. આ બિયારણના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. અને નમૂના લેબોરેટરીમાંથી આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે.

અન્ય સમાચારો પણ છે...