માગણી:ગીરગઢડામાં તાઉતે વાવઝોડામાં થયેલ નુકસાનીની સહાય ચૂકવો

ઊના4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો સહાય ચુકવવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

ઊના પંથકમાં 187,મે,2021ના રોજ આવેલ વાવાઝોડામાં ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. જેના કારણે વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે. સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.

પરંતુ સર્વેની કામગીરી ન થતાં સહાય ન ચુકવતાં ગ્રમાજનોની ઉગ્ર માંગ ઉઠી છે. સરકરાની જાહેરાત મુજબ કેશ ડોલ, ઘરવખરી, મકાન નુકશાનીનો સમાવેશ થાય છે. જે તે સમયે ગીરગઢડા તાલુકાના જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ પર સર્વેની કામગીરી કરવામાં પણ આવી હતી. અને લોકો દ્વારા ફોર્મ પણ ભરવામાં આવ્યા હોવા છતાં ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ મહિના કરતા વધું સમય વિતી જવા છતાં પણ ઘણા લોકોને સહાય રકમ ચુકવવામાં આવી નથી.

સરકારની યોજનાનો ખોટી રીતે લાભ લિધો હોય તેવા લોકો પર કાયદેસર કાર્યવાહી કરી તાત્કાલીક અસરથી પગલા લેવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી હતી. જો સહાય ચુકવવામાં નહી આવે તો મજબુર બની ઉગ્ર આંદોલનો કરવાની ફરજ પડશે અને જે તે સમયે જે કાંઈ પરીસ્થિતી નિર્માણ થશે તેની જવાબદારી તંત્રની રહેશે તેમ ગીરગઢડા ગ્રામજનો દ્વારા ચિમકી આપી રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...