આવેદન:કોરોનામાં મૃત્યુ પામનારનાં વારસદારને 4 લાખ ચૂકવો

ઊના16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ગીરગઢડા મામલતદારને આવેદન

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સરકાર દ્વારા 50 હજારની સહાય ચૂકવવામાં આવી રહી છે. જે વધારી 4 લાખ કરવામાં આવે એવી માંગ સાથે તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ગીરગઢડા મામલતદારને આવેદન અપાયું હતું. આ તકે ધારાસભ્ય પુંજાભાઈ વંશ સહિતનાં આગેવાનો હાજર રહ્યાં હતા.

આ ઉપરાંત કોવીડગ્રસ્ત દર્દીઓનાં તમામ મેડિકલ બીલની ચૂકવણી કરવામાં આવે અને કોરોના મૃત્યુ પામેલ સરકારી કર્મીઓનાં સંતાન, પરિવારજનોને કાયમી નોકરી આપવામાં આવે. આ સાથે સરકાર દ્વારા કોરોના મૃતકોનો સાચો આંકડો ચૂપાવવા માટે રમત કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેજેટ મારફત પ્રસિદ્ધ ન થતી હોવાનો આક્ષેપ પણ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...