તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:ગિરગઢડા તાલુકાનાં હરમડિયામાં પરિણીતાએ પતિ અને જેઠ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

ઊના2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગિરગઢડા તાલુકાના હરમડિયા ગામે રહેતી પરિણીતાએ તેના પતિ, જેઠ અને સાસુ-સસરા સામે મારમાર્યાની તેમજ પતિ અને જેઠ સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. ગિરગઢડાના હરમડિયા ગામે રહેતી એક 20 વર્ષિય યુવતીએ સાતેક માસ પહેલાં પોતાની બહેનપણીના ભાઇ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં કાણકિયા ગામે તેના પતિ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. દરમ્યાન પરિણીતાએ પતિ અને પોતાના જેઠે અવારનવાર પોતાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યાની તેમજ સાસુ, સસરાએ મારમાર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, જેઠે તેના પર પોતે એકલી હતી ત્યારે દુષ્કર્મ આચર્યું હતું. અને પતિને તેની વાત કરતાં પતિ, સાસુએ જેઠ સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં તારા લીધેજ અમારા ઘરમાં ઝઘડો થયો કહી માર માર્યો હતો. બાદમાં તે એકલી મુંઝાતી હતી. આથી તેના સાસરિયાને લાગ્યું કે, પરિણીતા કાંઇક કરી લેશે. આથી તેનો પતિ તેને કાણકિયાથી તેની માતાને ઘેર મૂકવા જતાં રસ્તામાં આલીદર પાસે તે કારમાંથી ઉતરી ગઇ હતી. અને આલીદરમાં તેની જ્ઞાતિના એક પરિવારને ત્યાં આશરો લીધો હતો. બાદમાં તે માતા પાસે હરમડિયા પહોંચી હતી. અને બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો