તાઉતે વાવાઝોડાના કારણે બોટોને થયેલા ભારે નુકસાન અને ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધી વરસાદના કારણે દરિયો તોફાની બન્યો હતો. દ્વારકાથી ભાવનગર સુધીના તમામ બંદરના માછીમાર સંગઠનો દ્વારા રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગને રજૂઆત કરી માછીમારીની સીઝન એક માસ મોડી શરૂ કરવા અને ગુજરાતના દરિયાકિનારે ફિશીંગ પર પ્રતિબીંબ મૂકવા માંગણી કરી હતી. આથી ગુજરાતના મત્સ્યોદ્યોગ વિભાગે ફિશીંગ સપ્ટેમ્બર માસથી શરૂ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે.
દરમ્યાન ઊનાના નવાબંદરથી 3 નોટીકલ માઇલના વિસ્તારમાં મહારાષ્ટ્રની 40 થી વધુ બોટો ઊનાના નવાબંદર દરિયા કિનારાથી 3 નોટીકલ માઇલમાં ફિશીંગ કરવા આવી પહોંચી હોવાનું બહાર આવતાં માછીમારોમાં રોષ ફેલાયો છે. તંત્ર દ્વારા હાથ ઉંચા કરી દેવાતાં માછીમારોમાં ખળભળાટ મચી ગયો છે.
નવાબંદરથી 3 નોટીમાઇલ દૂર 40 થી વધુ મહારાષ્ટ્રની બોટ ફિશીંગ કરતી હોવાની રજૂઆત નવાબંદરના માછીમાર અગ્રણીઓ દ્વારા મરીન પોલીસને કરાતાં તેમની પાસે દરિયામાં જવા મરીન પોલીસનસ મરીન કોસ્ટલ પેટ્રોલીંગ બોટ ન હોવાનો જવાબ નહોતો મળ્યો. આથી માછીમારોમાં પણ ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.