વિરોધ:ઊનામાં વૈષ્ણવ સમાજ દ્વારા મોરારીબાપુની કથાનો વિરોધ

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊના શહેરના સનાતન હિન્દુઓ તેમજ પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા મોરારીબાપુનો વિરોધ કરવામાં આવેલ હતો. ત્યારે તા.26 સપ્ટે.થી મોરારીબાપુની રામકથા તુલસીશ્યામ ખાતે શરૂ થયેલ છે. ત્યારે પ્રસાશન અધિકારી દ્વારા આ બાબતે તાકીદે પગલા લઇ તેના કાર્યક્રમને રદ્દ કરવા માટે સમસ્ત સનાતન હિન્દુ સમાજ તથા વૈષ્ણવ સમાજના શૈલેષભાઇ શાહ, ધર્મેશભાઇ શાહ, પ્રગ્નેશભાઇ સોરઠિયા, દિપેનભાઇ શાહ, નિપલભાઇ શાહ, મયુરભાઇ શાહ સહિતે ઊના પ્રાંત કચેરી ખાતે લેખિત રજુઆત કરી યોગ્ય પગલા ભરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...