હાલાકી:ઊના અને ગિરગઢડાની શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ થયું ઓફલાઇન

ઊના4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ કનેક્ટિવીટી અને ટીવી કેબલ કનેક્શન છિનવાઇ

ઊના-ગિરગઢડા પંથકમાં કોરોનાની બીજી લહેરની કારમી થપાટ અને બાદમાં વાવાઝોડાએ ભારે તારાજી સર્જી દેતાં વિજળીના થાંભલા, મોબાઇલ ટાવરો અને ડિસ્ક કેબલના વાયરો તૂટી જવાના કારણે નેટકનેક્ટિવીટી સાથે સંપર્ક વિહોણા બન્યા છે. તેમાં 7 જુનથી ઓનલાઇન શિક્ષણ શરૂ કરી દેવાયું છે. પણ ઊના-ગિરગઢડા તાલુકાના હજારો વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહેતા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારે ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ કરી દીધો છે.

સરકારી શાળાઓમાં સંસાધનો અને માઇક્રોસોફ્ટ ટ્રેનીંગ આપતા શિક્ષકોની ટીમ બનાવી જેતે વિસ્તારોની શાળાઓમાં ડીડી ટીવી, વંદે ગુજરાત અને શાળાઓએ બાયસેફ અને ઓનલાઇનના માધ્યમથી બાળકોને શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરી છે. પણ હાલ છાત્રો ઓનલાઇન શિક્ષણમાં જોડાતા ન હોવાનું પ્રાથમિક શિક્ષકોનું કહેવું છે. ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડા બાદ મોટી સમસ્યા વિજળી અને નેટ કનેક્ટિવીટીની છે. પીજીવીસીએલ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પાવર કાર્યરત કરી દીધાની વાતો કરી રહી છે. પરંતુ ફૂલ ફેઝમાં પાવર અપાતો ન હોવાથી લોકો આજે પણ હાલાકી ભોગવી રહ્યા છે.

પ્રાથમિક શાળાઓમાં પણ દિવસ દરમ્યાન વિજળી ન હોવાથી ઓનલાઇન શિક્ષણ શરૂ થયું નથી. શાળાઓમાં પણ નુકસાન થયું હોવાથી શિક્ષકો પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારની સમસ્યા જોતાં વાલીઓ પણ પોતાના બાળકોને અભ્યાસ માટે શાળાએ મોકલવાનું ટાળી વાવાઝોડાથી થયેલી નુકસાની અને મુસીબતમાં મદદ કરવા બાળકોને પોતાની સાથે કામે લઇ જાય છે.

માતા પિતા કામે લઇ જાય છે
ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડા પછી ખેતીવાડીના કામો અને રહેણાંક મકાનોના સમારકામ માટે માતા-પિતા પોતાના સંતાનોને સાથે લઇ જતાં હોવાથી ગામમાં બાળકો ન મળતાં ઓનલાઇન શિણક્ષકાર્ય શરૂ થઇ શક્તું નથી.

ઓનલાઇન શાળા શરૂ કરવાની વ્યવસ્થા છે
સરકારી શાળા ઓમાં ઓનલાઇન અભ્યાસ માટે તમામ વ્યવસ્થા છે. શિક્ષકો પણ સક્રિય રીતે બાળકોનો સંપર્ક કરી તેને અભ્યાસ ક્રમ મુજબ ગ્રૃપ બનાવી ઓનલાઇન હોમવર્ક અને ઓનલાઇન શિક્ષણ આપવા માંગે છે. મોબાઇલ ન હોય તેવા વિદ્યાર્થીને ઘેર ટિવી વ્યવસ્થા હોવા છતાં લાઇટના અભાવે તે બંધ રહે છે. અને મોબાઇલ વાલી લઇ જતા હોવાથી બાળકનો સંપર્ક કરી શક્તા નથી. નેટ કનેક્ટિવીટીના અભાવે હોમવર્ક પણ મળી શક્તું નથી. સાંજે 7 વાગ્યા બાદ વાલીઓ ઘેર આવે. આથી આવા સમયે કોણ શિક્ષણ આપે ? એ પ્રશ્ન પણ મુંઝવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...