તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઊના દેલવાડા રોડ પર દારૂની 48 બોટલ સાથે 1 શખ્સ પકડાયો

ઊના5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ રૂ.76,900નો મુદ્દામાલ જપ્ત કરાયો

દિવાળી તહેવાર નિમીતે દિવથી વ્યાપક પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય તેમ દિવથી વાહનમાં દારૂ ભરી આવતા હોવાની બાતમીના આધારે પોલીસે રીક્ષા રોકાવી તપાસ કરતા રીક્ષાની અંદર ચોરખાના માંથી વિદેશી દારૂની બોટલો સાથે એકને પકડી પાડેલ હતો. જ્યારે અન્ય એક શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરેલ છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ નયન મગન રાઠોડ રહે.

જુનાગઢ, ધરાનગર પોતાની ઓટો રીક્ષા નં.જીજે.3 એક્સ 9315માં ગે.કા. વિદેશી દારૂની બોટલનો જથ્થો લઇ દિવથી આવતો હોવાની બાતમીના આધારે ઉના પોલીસે ઉના-દેલવાડા રોડ પર એચ એમ વી કોલેજ નજીક વોચ ગોઠવી ઓટો રીક્ષાને રોકાવી શોધખોળ કરતા જેમાં રીક્ષામાં બનાવેલ ચોરખાના માંથી વિદેશી દારૂની બોટલો નં.48 કિ.રૂ.25,900, મોબાઇલ, તેમજ રીક્ષા સહીત કુલ રૂ. 76,900નો મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ દારૂનો જથ્થો યોગેશ પોલાભાઇ પરમાર રહે. જુનાગઢ વાળાએ દારૂનો જથ્થો ભરાવી આપેલ હોવાનુ ખુલતા બન્ને શખ્સો વિરૂધ્ધ પોલીસે ફરીયાદ નોધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો