તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંનદની લાગણી:ઊના-ગીરગઢડા પંથકમાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ, નદીમાં નવા નીર

ઊના22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જંગલમાં ભારે વરસાદ થતાં મચ્છુન્દ્રી તેમજ નગડિયા ગામની શાહી નદીમાં નવા નીર આવ્યા

ઊના-ગીરગઢડા વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ બનતા ભારે વરસાદ વરસે તેવી આશા વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેમાં 2 કલાકમાં ઊના-ગીરગઢડા તાલુકાના સીમાસી, રેવદ, કાણકીયા, આંબાવડ, કેસરીયા, સનખડા, ગાંગડા, ખત્રીવાડામાં સહીત ગામોમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઊના, ગીરગઢડા, દેલવાડા વિસ્તારમાં ભારે ઝાંપટાઓ પડતા એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જો કે ગત રાત્રીના જંગલ વિસ્તારના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે મચ્છુનદી તેમજ નગડીયા ગામની શાહી નદીમાં નવા નિર આવતા ધરતી પુત્રોમાં આંનદની લાગણી છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...