તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:ઊનાનાં સૈયદ રાજપરામાં અડધી કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો

ઊના11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊના પંથકમાં છેલ્લા 3 દિવસના વરસાદના વિરામ બાદ આજે બપોરે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે રાજપરા ગામે માત્ર અડધીજ કલાકમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઊના પંથકમાં આજે બપોરે 3 વાગયાના અરસામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા. અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

સૈયદ રાજપરામાં માત્ર અડધી કલાકમાંજ 1.5 ઇંચ વરસાદ વરસી જતાં ગામમાં પાણી-પાણી થઇ ગયું હતું. આ ઉપરાંત તાલુકાના મોઠા, સનખડા, ગાંગડા સહિતના ગામોમાં પણ એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. ઊના શહેરમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ઊના તાલુકામાં હજુ પણ 30 ઇંચ વરસાદની ઘટ હોઈ લોકો હજુ પણ વરસાદ વરસવાની આશા સેવી રહ્યા છે. } તસવીર - જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...