તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રોસ વેરીફીકેશન:આંગણવાડીમાં ગણવેશ ચેકીંગ માટે અધિકારીઓ રાત્રે પહોંચ્યા

ઊના22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાત્રે અધિકારીએ આંગણવાડીમાં ધામા નાંખ્યા. - Divya Bhaskar
રાત્રે અધિકારીએ આંગણવાડીમાં ધામા નાંખ્યા.
  • મહિલા સુરક્ષા નિયમના ધજિયાં ઉડાવી મોડી રાત સુધી બાળકોને ઘેર ફર્યા

આંગણવાડીમાં દરેક બાઇકને ગણવેશનું વિતરણ કરાતું હોય છે. ત્યારે તેના ચેકીંગ માટે ઊના તાલુકાના ગામડામાં અધિકારી રાત્રિના સમયે ગયા હોવાની વિગતો બહાર આવી છે. આંગણવાડીમાં ગણવેશનું વિતરણ થયું છે કે કેમ તેનું ક્રોસ વેરીફીકેશન કરવા ઉપલી કચેરીઓએ દરેક સીડીપીઓને એક બીજા તાલુકામાંથી ફેરવીને ચેકિંગ માટે મોકલાતા હોય છે. આ રીતે ઊના તાલુકામાં કેશોદ તાલુકાના સીડીપીઓને ચેકીંગનો હવાલો સોંચાયો હતો. પણ ચેકીંગ કરનાર આ મહિલા અધિકારી બપોરના સમયે ગણવેશ વિતરણના ક્રોસ ચેકિંગ માટે આવી પહોંચ્યા.

પણ ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી સેજામાં કચેરી બંધ થવાના સમયે પહોંચ્યા. રાત્રે 9:30 વાગ્યે આંગણવાડી કેન્દ્ર ખોલાવીને ત્યાં ફરજ બજાવતા વર્કર અને હેલ્પરને બોલાવી ગણવેશ વિતરણ અંગેનું ચેકિંગ કર્યું. બાદમાં લાભાર્થી બાળકોને ઘેર પહોંચી મોડી રાત સુધી કામગિરી કરાવતાં ભારે વિવાદ સર્જાયો છે. જિલ્લા કે રાજ્યના કોઇ પરીપત્રમાં રાત્રીના સમયે ચેકિંગ કરવાનું ન હોવા છતાં માત્ર રીપોર્ટ કરવાના હેતુથી મહિલા સુરક્ષાની ચિંતા કર્યા વિનાજ વેરીફિકેશન માટે ઊના તાલુકાના ભાચા તેમજ કંસારી સહિતના ગામે રાત્રે 9:30 કલાકે આંગણવાડી કેન્દ્ર ખોલાવાયા હતા.

સેજા કેન્દ્રમાં 50 બાળકો અને વાલીને વન્યપ્રાણીના વિસ્તારમાંથી બોલાવ્યા
ગીર પંથકના બોર્ડર વિસ્તારમાં વન્યપ્રાણીની અવરજવર ધરાવતા વિસ્તારમાં આવેલા ગામોમાંથી 10 સેજા આંગણવાડી કેન્દ્ર ખાતે પ્રત્યેક 5 બાળકોને વાલી તેમજ મહિલા વર્કર, હેલ્પરને રાત્રીના સમયે બોલાવાતાં વિવાદ સર્જાયો હતો.

મારી પાસે કોઇ વિગતો નથી: સીડીપીઓ
ઊના સંકલીત બાળ વિકાસ યોજના અધિકારી રમીલાબેને જણાવ્યું હતું કે, ભાચા, કંસારી સહિતના ગામે ગણવેશ વિતરણનું ક્રોસ વેરીફીકેશન માટે ગયા હતા. અને કેટલા કેન્દ્ર ચેક કર્યા તેની વિગત માંગતા પોતાના પાસે વિગતો ન હોવાનું રટણ શરૂ કર્યું હતું. લાભાર્થીના કોન્ટેક્ટ થયા હતા. ત્યાં ઘેર ગયા હોવાનું જણાવ્યું હતું. અધિકારીએ આંગણવાડી કેન્દ્ર ખોલાવ્યા હોવાનો ઇન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...