લોકડાઉન 4.0:મુંબઇ-દીવ વચ્ચે હવાઇ સેવા થઇ શરૂ, 26 મુસાફરો આવ્યા, હેલીકોપ્ટરમાં 1 પેસેન્જર, જાવકમાં કોઇ ન મળ્યું

ઊના3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ થી  દીવ થી ભુજ તેમજ ભુજ થી દીવની 72 સીટની ફ્લાઈટ  શરૂ થતાં  દીવનું નાગવા એરપોર્ટ ધમધમતું થયુ હતું. આજે  મુંબઈ થી દીવની ફલાઇટમાં  26 મુસાફરો દીવના  નાગવા એરપોર્ટ પર પહોચ્યાં હતા. જ્યારે દીવથી માત્ર 6 પેસેન્જરો અને ભુજના પેસેન્જરોને લઈને આજ વિમાન પરત મુંબઇ  માટે રવાના થયું હતું.

એરપોર્ટના મેનેજર અનવર અહેમદ અનસારી એ જણાવ્યું કે વિમાન સવારે સાડા નવ ક્લાકે દીવ એરપોર્ટ ત્યાર બાદ દીવ થી ભુજ સાડા દશ ક્લાકે ભુજથી દીવ 12 વાગ્યે આવીને દીવ થી 12.50 મુંબઇ રવાના થઈ હતી. બે મહિના બાદ હવાઈ મુસાફરી શરૂ થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભારત  સરકાર અને દીવ  પ્રસાશનના વિમાની સેવા શરૂ કરાતા અને સારી સુવિધા મળતા મુસાફરોમાં ખુશી જોવા મળી હતી.જ્યારે બે મહિના બાદ દમણ થી દીવ હેલિકોપ્ટર  પણ પહેલીવાર એક પેસેન્જરને લઈને દીવના નાગવા એરપોર્ટ પર પહોચ્યું હતુ.  જોકે દીવ થી દમણ  પરત ફરતી વખતે કોઈ પેસેન્જર મળ્યું ન હતું અને  હેલિકોપ્ટરે દમણ માટે  ખાલી ઉડાન ભરી હતી. બે મહિના બાદ હવાઈ મુસાફરી શરૂ થતાં મુસાફરોએ  રાહતનો શ્વાસ લીધો હતો. અને ભારત સરકાર અને દીવ પ્રશાસનની સુવિધાની પ્રસંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...