તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઊનાના ધારાસભ્યની ઓક્સિજન પ્લાન્ટ માટે 35 લાખ ફાળવવા માંગ

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે
  • પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ ઉપરાંત વધારાના 10 લાખ માંગ્યા

ઊના અને ગીરગઢડા તાલુકાના પ્રજાજનોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે ઊના ખાતે મેડીકલ ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવા વર્ષ 2021-22 ની પોતાની ગ્રાન્ટમાંથી રૂ. 25 લાખ ફાળવવાની અને સાથે વધારાના રૂ. 10 લાખ ફાળવવાની ઊનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશે માંગણી કરી છે.

અગાઉ તેમણે તા. 28 એપ્રિલે દરખાસ્ત કરી હતી. અને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 25 લાખ કરતા વધુ રકમની જરૂર પડશે તો વધારાની રકમ ફાળવવા સંમતિ પણ આપી છે. રૂ. 25 લાખની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 NM3/HR સરેરાશ 17 જમ્બો સીલીન્ડર ગેસજ ઉત્પન્ન થઇ શક્તો હોઇ અને 10 લીટર પ્રતિ મીનીટ આપવાનો થતો હોય તો માત્ર 7-9 દર્દી માટેજ ઓક્સીજનનું મેનેજમેન્ટ થઇ શકે એમ છે. જો આ પ્લાન્ટ 15 NM3/HR સરેરાશ 17 જમ્બો સીલીન્ડર ગેસવાળો બનાવી શકાય તો રોજના 20-22 દર્દીઓનું મેનેજમેન્ટ થઇ શકે તેમ છે. આથી વધુ ક્ષમતાવાળો મેડીકલ ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવા માટેની આવશ્યક ગ્રાન્ટ તેમણે ફાળવી છે. આ માટે તેમણે ગિર સોમનાથ જીલ્લા આયોજન અધિકારીને લેખિત રજુઆત કરી માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...