તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખનીજ ચોરી:ખનીજ ચોરીમાં જપ્ત કરેલી 3 ચકરડી ગુમ, તંત્ર ઘોર નિંદ્રામાં

ઊના2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગીરગઢડાના આલીદર રોડ પર થોડા દિવસો પહેલા ખનીજ ચોરી પકડાઈ હતી
 • તલાટી મંત્રીને ખબર પડતા તેણે મામલતદારને રિપોર્ટ કરી જાણ કરી

થોડા દિવસ પહેલા ઊના તાલુકાના સનવાવ ગામની આજુબાજુની સીમ વિસ્તારમાં ખનીજ વિભાગે ગે.કા. ચાલતી ખાણો પર રેડ કરી હતી. જેમાં ખનીજ ચોરી પકડેલી અને આ ખનીજ ચોરી વખતે ચોરીમાં વપરાતા સાધનો અને ચકરડીઓ પકડી પાડી જપ્તે કરાયેલ હતી.

જ્યારે ખનીજ ચોરીમાં પકડાયેલા સાધનો આલીદર રોડ પર આવેલા ગોંદરા વિસ્તારમાં રાખવામાં આવેલા હતા. જે ગત 17 નવેમ્બર 2020ના રોજ આ પથ્થરો ખાણો માંથી ઝડપાયેલ ચકરડીઓમાંથી 3 ચકરડી મશીન અચાનક જ કોઇ ઉપાડી ગયું હતું. જે બાબતે શહેરમાં જોર પકડતા ભારે ચકચાર ફેલાતા ગ્રામ પંચાયતના તલાટી મંત્રીના ધ્યાન પર આવતા તેણે રાખેલા ખનીજના સાધનોની ચકાસણી કરતા 3 ચકરડીઓ જોવા મળી ન હતી. જેથી તેમણે તાત્કાલીક મામલતદારને રીપોર્ટ કરી ચોરી થયેલ હોવા અંગે જાણ કરી છે.

પરંતું સવાલ એ છે કે આ ચકરડી કોણ ઉપાડી ગયા તેની તપાસ થશે ખરી? અને તંત્રની આ ધોરબેદકારીને કારણે આ ચકરડી ગુમ થઈ હોય તેવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે.ઊના પંથકમાં ખનીજ ચોરી માટે સક્રીય થયેલા ભૂમાફિયાઓની વધુ એક નફટાઇ સામે આવી. તંત્ર ઘોરનિદ્રામાં રહ્યું અને ચકરડી કોઇ ઉઠાવી ગયું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો